રેકોર્ડ@દેશઃ એક જ દિવસમાં 17,296 કેસ નોંધાયા, કુલ 15,301ના મોત

અટલ સમાચાર, ડેસ્ક સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શુક્રવાર સવારે જાહેર થયેલા આંકડાઓમાં પોઝિટિવ કેસોમાં રેકોર્ડ વધારો નોંધાયો છે. ચોવીસ કલાકમાં 17,296 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 407 દર્દીઓનાં મોત થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 લાખ 90 હજાર 401 કન્ફર્મ કેસ નોંધાયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
રેકોર્ડ@દેશઃ એક જ દિવસમાં 17,296 કેસ નોંધાયા, કુલ 15,301ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શુક્રવાર સવારે જાહેર થયેલા આંકડાઓમાં પોઝિટિવ કેસોમાં રેકોર્ડ વધારો નોંધાયો છે. ચોવીસ કલાકમાં 17,296 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 407 દર્દીઓનાં મોત થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 લાખ 90 હજાર 401 કન્ફર્મ કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં કોરોનાના હવે 1 લાખ 89 હજાર 463 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં 15,301 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, 2 લાખ 85 હજાર 637 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. વિશેષમાં, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, 25 જૂન સુધીમાં 77,76,228 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં 2,15,446 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

બીજી તરફ, ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત રહ્યો છે. ગુરુવાર સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં કોરોના વાયરસના 577 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 18 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 225 કેસ નોંધાયા છે.