રેકોર્ડ@ગુજરાતઃ એક જ દિવસમાં 687 કેસ, 18ના મોત, કુલ દર્દી 34,686

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 687 નવા કેસ નોંધાયા છે. અને કુલ 18 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન 340 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 34 હજાર 686 પર પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક 1906 થઈ ગયો છે. ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંક્યા 24
 
રેકોર્ડ@ગુજરાતઃ એક જ દિવસમાં 687 કેસ, 18ના મોત, કુલ દર્દી 34,686

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 687 નવા કેસ નોંધાયા છે. અને કુલ 18 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન 340 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 34 હજાર 686 પર પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક 1906 થઈ ગયો છે. ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંક્યા 24 હજાર 941 છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 18 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 10 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 5, પંચમહાલમાં 1 અને ખેડામાં 2 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન રેકોર્ડ 687 કેસ સામે આવ્યા છે. સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 195 નોંધાયા છે. ત્યારબાદ સુરત શહેરમાં 190 તો વડોદરામાં નવા 50 કેસ નોંધાયા છે. જુનાગઢ શહેરમાં પણ 24 નવા કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા 7 હજાર 839 છે. જેમાં 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ 24 હજાર 941 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  ટેસ્ટિંગ કોરોના વાયરસના કુલ 3 લાખ 95 હજાર 873 ટેસ્ટ થયા છે. હાલ સમગ્ર રાજ્યમાં 2 લાખ 56 હજાર 27 લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે.