આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

મહેસાણા જીલ્લા આયોજન કચેરીએ રેકર્ડનું  વર્ગીકરણ કર્યા વિના અને મંજૂરી વગર નાશ કરી દીધો છે. રેકર્ડ નાશ કરવાનું કાગળ ઉપર લીધા વિના બારોબાર વેચાણ કરતા ચકચાર મચી ગઈ છે. આ સાથે વેચાણ પછીની રકમ ખીસે કરતા વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

મહેસાણા જિલ્લા આયોજન કચેરીમાં છેલ્લા 30 વર્ષથી વધુનું રેકર્ડ ભેગું થયેલું હતું. આથી ઈનચાર્જ ડીપીઓ ચાવડા કચેરીના સમારકામ દરમિયાન રેકર્ડ જોઈ ભડક્યા હતા. આથી સરકારી રેકર્ડનું વર્ગીકરણ  કર્યા વિના નાશ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં વર્ષ 1980થી 1998 સુધીનાં વહીવટી અને પ્રાથમિક મંજૂરીવાળા કાગડો, ફાઇલોનો નાશ કરી દીધો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ રેકર્ડ ની પૂર્વ મંજૂરી લીધા વિના, વર્ગીકરણ કર્યા વિના અને કાગળ ઉપર નોંધ લીધા વિના નાશ કરી દીધો છે. આ સાથે નાશ કરેલ રેકર્ડ મહેસાણા શહેરના ભંગારવાળાને વેચી રકમ પણ ખીસે કરી લીધી છે. સરેરાશ એક મહિના અગાઉ  રેકર્ડ નાશ કરવાની ઘટનાને અંજામ આપ્યો હતો.

ઘટના અંગેની ચકાસણી

સમગ્ર બાબતે ઇન્ચાર્જ ડીપીઓ ચાવડા સાથે વાત કરતાં રેકર્ડ કચેરીમાં ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. આથી ઓફિસે જઇ રૂબરૂ ખાતરી કરતાં વર્ષ 1998થી અગાઉનું રેકર્ડ જોવા મળ્યું ન હતું. આથી સવાલોથી દૂર જઈ ચૂંટણીમાં વ્યસ્ત હોવાનું કહ્યું હતું.

જોકે આયોજન કચેરીના ક્લાસ ટુ અધિકારી બોઘાએ જણાવ્યું હતું કે, કેટેગરીનું મોટાભાગનું રેકર્ડ નાશ કરવામાં આવ્યું છે. આ અંગે અધિક કલેક્ટરે સમગ્ર મામલે ડીએમનું ધ્યાન દોરી ઘટતી કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

22 Oct 2020, 3:01 AM (GMT)

COVID-19 Global Stats

41,484,574 Total Cases
1,136,334 Death Cases
30,910,840 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code