રેકોર્ડ@ડીઝલઃ સતત 19મા દિવસે ભાવમાં કડાકો, જાણો આજનો રેટ

અટલ સમાચાર, ડેસ્ક એકબાજુ કોરોના વાયરસે ભારતમાં તબાહી મચાવી છે, તો બીજી બાજુ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે. ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અટકવાનું નામ લઇ રહ્યા નથી. આજે ફરી એકવાર ડીઝલની કિંમત રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગઇ છે. ઓઇલ કંપનીએ ઇંધણના ભાવમાં 19મા દિવસે સતત વધારાનો રેકોર્ડ
 
રેકોર્ડ@ડીઝલઃ સતત 19મા દિવસે ભાવમાં કડાકો, જાણો આજનો રેટ

અટલ સમાચાર, ડેસ્ક

એકબાજુ કોરોના વાયરસે ભારતમાં તબાહી મચાવી છે, તો બીજી બાજુ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે. ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અટકવાનું નામ લઇ રહ્યા નથી. આજે ફરી એકવાર ડીઝલની કિંમત રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગઇ છે. ઓઇલ કંપનીએ ઇંધણના ભાવમાં 19મા દિવસે સતત વધારાનો રેકોર્ડ બનાવી દીધો છે. ઓઇલ માર્કેટિંગ કંપની (HPCL, BPCL, IOC)એ ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ 19મા દિવસે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 14 પૈસાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 16 પૈસાનો વધારો કર્યો છે.

ભારતીય ઇતિહાસમાં પહેલીવાર એક લીટર ડીઝલ 80.04 રૂપિયા થયું છે. ગુરૂવારે થયેલા વધારા બાદ દિલ્હીમાં એક લીટર ડીઝલની કિંમત 80.04 રૂપિયા થઇ ગયું છે. જ્યારે પેટ્રોલની કિંમત 79.92 રૂપિયા પ્રતિ લીટર છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં એક તરફ 15 દિવસથી ક્રૂડ ઓઇલના ભાવમાં 35-40 ડોલર પ્રતિ બેરલ વચ્ચે છે, તો બીજી તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જાણકારોનું કહેવું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગત 19 દિવસમાં પેટ્રોલની કિંમતમાં લગભગ 8.64 રૂપિયાનો વધારો કર્યો છે. તો બીજી તરફ 19 દિવસમાં 10.41 રૂપિયા મોંઘું થયું છે. પેટ્રોલ-ડીઝલનો દરરોજનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો (How to check diesel petrol price daily). ઇન્ડીયન ઓઇલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક SP લખીને 9223112222 નંબર પર મોકલી શકે છે. તો બીજી તરફ એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને જાણી શકે છે.