ભરતી@કોન્સ્ટેબલઃ 9713 જગ્યાઓ માટેની નિમણૂંક વિલંબમાં મુકાતા આવેદન

અટલ સમાચાર, મહેસાણા ગુજરાત પોલીસ દ્વારા વર્ષ 2018-19ની ભરતી પ્રક્રિયામાં 9713 જગ્યાઓ માટે ગુજરાતના બેરોજગાર યુવાનોની પરિક્ષા યોજવામાં આવી હતી. જે અંગે સમયમર્યાદા પૂર્ણ થવા છતાં હજુ સુધી પાસ ઉમેદવારોને નીમણૂંક પક્રિયા ન થતાં મુંઝવણ વધી ગઈ છે. જેથી કોન્સ્ટેબલ બનવાના સપના સેવી રહેલ પરિક્ષાર્થી ઉમેદવારોએ ઝડપી પ્રક્રીયા બને તે માટે મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપી
 
ભરતી@કોન્સ્ટેબલઃ 9713 જગ્યાઓ માટેની નિમણૂંક વિલંબમાં મુકાતા આવેદન

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત પોલીસ દ્વારા વર્ષ 2018-19ની ભરતી પ્રક્રિયામાં 9713 જગ્યાઓ માટે ગુજરાતના બેરોજગાર યુવાનોની પરિક્ષા યોજવામાં આવી હતી. જે અંગે સમયમર્યાદા પૂર્ણ થવા છતાં હજુ સુધી પાસ ઉમેદવારોને નીમણૂંક પક્રિયા ન થતાં મુંઝવણ વધી ગઈ છે. જેથી કોન્સ્ટેબલ બનવાના સપના સેવી રહેલ પરિક્ષાર્થી ઉમેદવારોએ ઝડપી પ્રક્રીયા બને તે માટે મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માંગ કરી છે.

ભરતી@કોન્સ્ટેબલઃ 9713 જગ્યાઓ માટેની નિમણૂંક વિલંબમાં મુકાતા આવેદન

2018-19ના વર્ષમાં હથિયારી, બિન-હથિયારી, એસઆરપીની મહિલા-પુરુષો સહિત 9713 જગ્યાઓ માટે અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જે બાદ લેખીત પરિક્ષા અને શારિરીક પરિક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ નિમણૂંક પ્રક્રિયા હાથ ધરાવાની હતી. જોકે, આ તમામ પ્રક્રિયાની સમય મર્યાદા નિર્ધારિત સમયથી વધી જવા છતાં હજુસુધી કેટલાક વિદ્યાર્થીઓનો 9713 જગ્યાઓમાં સમાવેશ થયો હોવાછતાં આગળની પ્રક્રિયામાં વિલંબ થવાથી મુંઝવણમાં મુકાયા છે. આમ, 13 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચે અને તાત્કાલીક કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ભરતી@કોન્સ્ટેબલઃ 9713 જગ્યાઓ માટેની નિમણૂંક વિલંબમાં મુકાતા આવેદન
advertise

ઉમેદવારોએ આવેદનમાં માંગ કરી છે કે, 15 ઓગસ્ટ 2018ના રોજ 9713 લોકરક્ષકની જગ્યાઓ માટે સરકાર દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં અનેક યુવાનોએ સરકારી નોકરીની આશા સાથે તૈયારીઓ શરૂ કરી હતી અને અનેક પરિવારોમાં સરકારી રોજગારીની આશાઓ પણ જાગી હતી. તેમજ હજારો વિદ્યાર્થીઓએ એક વખત પેપર લીંક થયા બાદ પણ હિંમત હાર્યા વગર દિવસ રાત એક કરી આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે અથાગ્ મહેનત બાદ સફળ થયા હતા. પરંતુ આ જાહેરાતને આજે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાંપણ હજુસુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. આથી અનેક યુવાનોના ભાવી અધ્ધરતાલ છે. અને અન્ય કોઈ પરિક્ષાની તૈયારી કરવા સહિતના પ્રશ્નો ગુજરાતના યુવાનોને મુંઝવી રહ્યા છે.