વિજાપુર અને વડનગર ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા, પાટણ જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્વારા ૨૧ જુન ૨૦૧૯ના રોજ ઔધોગિક તાલીમ સંસ્થા યુ.પી આર્ટસ એન્ડ એમ.જી પંચાલ સાયન્સ કોલેજ એન્ડ વી.એલ.શાહ કોમર્સ કોલેજ કેમ્પસ પીલવાઇ ખાતે સવારે ૧૦-૦૦ કલાકે ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરાયું છે. ભરતી મેળામાં ભાગ લેવા માંગતા રોજગાર વાંચ્છુઓ પોતાના બાયોડેટા 5 નંગ, ફોટા તથા અસલ પ્રમાણપત્રો અને
 
વિજાપુર અને વડનગર ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા, પાટણ

જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્વારા ૨૧ જુન ૨૦૧૯ના રોજ ઔધોગિક તાલીમ સંસ્થા યુ.પી આર્ટસ એન્ડ એમ.જી પંચાલ સાયન્સ કોલેજ એન્ડ વી.એલ.શાહ કોમર્સ કોલેજ કેમ્પસ પીલવાઇ ખાતે સવારે ૧૦-૦૦ કલાકે ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરાયું છે. ભરતી મેળામાં ભાગ લેવા માંગતા રોજગાર વાંચ્છુઓ પોતાના બાયોડેટા 5 નંગ, ફોટા તથા અસલ પ્રમાણપત્રો અને તેની નકલ સાથે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે તેમ રોજગાર અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

વડનગર ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે

જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્વારા ૨૬ જુન ૨૦૧૯ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ઔધોગિક તાલીમ સંસ્થા વડનગર,પોલીટેકનીક કોલેજ પાસે એસ.ટી વર્કશોપ પાછળ ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરેલ છે. જેમાં ભાગ લેવા માંગતા રોજગાર વાંચ્છુઓએ પોતાના બાયોડેટના 5 નંગ,ફોટા તેમજ અસલ પ્રમાણપત્રો અને તેની નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તેમ રોજગાર અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું
છે.