મહેસાણા તેમજ ખેરાલુમાં ભરતી મેળાનું આયોજન

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં એપ્રેન્ટીસ ઔધોગિક ભરતી મેળો ઔધોગિક તાલીમ સંસ્થા મહેસાણા દ્વારા એપ્રેન્ટિસ ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરાયું છે. 23 જાન્યુઆરીએ સવારે 11 કલાકે ઔધોગિક તાલીમ સંસ્થા મહેસાણા શેડ નંબર ૨૦૪,જી.આઇ.ડી.સી ફેઝ-1 પાણીની ટાંકી પાસે મહેસાણા જેમાં નોકરી દાતા તરીકે ગુજરાત પ્રિન્ટ પેક પ્રા,લિ મહેસાણા છે. જેમાં એપ્રેન્ટીસ ઇલેક્ટ્રીશીયન 10,વાયરમેન 2 અને ટેકનિશિયન 4ની
 
મહેસાણા તેમજ ખેરાલુમાં ભરતી મેળાનું આયોજન

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં એપ્રેન્ટીસ ઔધોગિક ભરતી મેળો

ઔધોગિક તાલીમ સંસ્થા મહેસાણા દ્વારા એપ્રેન્ટિસ ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરાયું છે. 23 જાન્યુઆરીએ સવારે 11 કલાકે ઔધોગિક તાલીમ સંસ્થા મહેસાણા શેડ નંબર ૨૦૪,જી.આઇ.ડી.સી ફેઝ-1 પાણીની ટાંકી પાસે મહેસાણા જેમાં નોકરી દાતા તરીકે ગુજરાત પ્રિન્ટ પેક પ્રા,લિ મહેસાણા છે. જેમાં એપ્રેન્ટીસ ઇલેક્ટ્રીશીયન 10,વાયરમેન 2 અને ટેકનિશિયન 4ની જગ્યા છે. આઇ.ટી.આઇ ઇલેક્ટ્રીશિયન, વાયરમેન, ઓટોમોબાઇલ, એન્જીનીયરીંગ, મિકેનીકલ એન્જીનીયરીંગ, મિકેનીકલ સહિત રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગની શૈક્ષણિક લાયકાત રાખેલ છે. આ ભરતી મેળામાં રોજગાર વાંચ્છુઓએ પોતાના બાયોડેટા અને ફોટા તથા અસલ પ્રમાણપત્ર અને તેની નકલ સાથે સ્વ ખર્ચે હાજર રહેવા અખબારી યાદીમાં જણાવાયું છે.

ખેરાલુ ખાતે ભરતી મળો

જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્વારા ૨૩ જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે ઔધોગિક તાલીમ સંસ્થા ખેરાલું, દર્શન હોટલની પાછળ ભરતી મેળાનું આયોજન કરાયું છે. જેમાં ખેરાલુ અને વડનગર તાલુકાના રોજગાર વાંચ્છુઓએ બોયાડેટા નંગ-5 તેમજ ફોટા અસલ પ્રમાણપત્ર અને તેની નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવા અખબારી યાદીમાં જણાવાયું છે.