પાટણ જિલ્લા પંચાયત: આરોગ્ય કર્મચારીઓની ભરતી રદ્દ થશે

અટલ સમાચાર, ગિરીશ જોશી પાટણ જિલ્લા પંચાયત હેઠળ કરાર આધારીત કર્મચારીઓની ભરતી પ્રક્રિયા સામે હોબાળો થયો હતો. મળતિયા અને ઓછા ટકાવાળાઓની ભરતી કર્યાના આક્ષેપો બાદ કોન્ટ્રાક્ટ એજન્સી સામે સવાલો ઉભા થયા હતા. અરજદારોની રજૂઆતને અંતે જિલ્લા પંચાયત ટૂંક સમયમાં ભરતી રદ્દ કરશે. આ પછી ચોક્કસ બાબતોનો સમાવેશ કરી નવેસરથી ભરતી હાથ ધરાશે. ગાંધીનગરની રાજદીપ એન્ટરપ્રાઇઝ
 
પાટણ જિલ્લા પંચાયત: આરોગ્ય કર્મચારીઓની ભરતી રદ્દ થશે

અટલ સમાચાર, ગિરીશ જોશી

પાટણ જિલ્લા પંચાયત હેઠળ કરાર આધારીત કર્મચારીઓની ભરતી પ્રક્રિયા સામે હોબાળો થયો હતો. મળતિયા અને ઓછા ટકાવાળાઓની ભરતી કર્યાના આક્ષેપો બાદ કોન્ટ્રાક્ટ એજન્સી સામે સવાલો ઉભા થયા હતા. અરજદારોની રજૂઆતને અંતે જિલ્લા પંચાયત ટૂંક સમયમાં ભરતી રદ્દ કરશે. આ પછી ચોક્કસ બાબતોનો સમાવેશ કરી નવેસરથી ભરતી હાથ ધરાશે.

ગાંધીનગરની રાજદીપ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ ગત દિવસોએ પાટણ જિલ્લા પંચાયત માટે કરાર આધારીત કર્મચારીઓની ભરતી હાથ ધરી હતી. જેમાં સેટિંગ થઇ ગયું હોવાની અરજદાર વિદ્યાર્થીઓની રજૂઆત અને હોબાળા બાદ મામલો ગરમાયો હતો. આથી જિલ્લા પંચાયતે તપાસ કરી આરોપી શોધવાને બદલે ભરતી રદ્દ કરવા મથામણ આદરી છે.

જિલ્લા પંચાયત પ્રમુખે ડીડીઓને જણાવ્યું છે કે કરાર આધારીત કર્મચારીઓની ભરતી રદ્દ કરી નવેસરથી હાથ ધરવામાં આવે. આથી આગામી ટૂંક સમયમાં અગાઉની ભરતી રદ્દ કરી તાલુકા પ્રમાણે ચોક્કસ માપદંડોને આધારે એજન્સી નવેસરથી ભરતી કરશે. જેનું મેરિટ જિલ્લા પંચાયતે ધ્યાને લીધા બાદ આખરી મંજૂરી આપવામાં આવશે.