UGVCL,વિદ્યુત સહાયકની ભરતીમાં ‘આર્ટ્સવાળા’ પાસ ! સાયન્સવાળા ફેઈલઃ ગરબડ થઈ?

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાત વિજકંપની દ્વારા તાજેતરમાં વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા શરુ કરાઈ હતી. જેમાં ક્લાર્ક દ્વારા ઓનલાઈન ભરતી એજન્સીનો સંપર્ક બહાર આવતા આશંકાઓ ઉભી થઈ હતી. હકીકતે ક્લાર્કની બાબત કરતા વિશેષ ગરબડની આશંકા બીજી રીતે ઉભી થઈ છે. પસંદ થયેલ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તપાસવામાં આવે તો ચોંકાવનારો રિપોર્ટ બહાર આવે તેમ છે. મહેસાણા સ્થિત
 
UGVCL,વિદ્યુત સહાયકની ભરતીમાં ‘આર્ટ્સવાળા’ પાસ ! સાયન્સવાળા ફેઈલઃ ગરબડ થઈ?

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાત વિજકંપની દ્વારા તાજેતરમાં વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા શરુ કરાઈ હતી. જેમાં ક્લાર્ક દ્વારા ઓનલાઈન ભરતી એજન્સીનો સંપર્ક બહાર આવતા આશંકાઓ ઉભી થઈ હતી. હકીકતે ક્લાર્કની બાબત કરતા વિશેષ ગરબડની આશંકા બીજી રીતે ઉભી થઈ છે. પસંદ થયેલ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તપાસવામાં આવે તો ચોંકાવનારો રિપોર્ટ બહાર આવે તેમ છે.

મહેસાણા સ્થિત ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વિદ્યુત સહાયકની ભરતીમાં લાખોની રકમનો વહીવટ થયાનું ગત દિવસોએ ચર્ચાયું હતું. વીજ કંપનીના ક્લાર્ક દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીનો સંપર્ક કરવો અને તે વાત લીક થવાની ગતિવિધિથી ગરબડ થયાના આક્ષેપ થયા હતા. જોકે હકીકત કંઈક અલગ જ હોવાનું ચિત્ર સામે આવ્યું છે.

વિદ્યુત સહાયકની ભરતીમાં પરિક્ષાને અંતે પસંદ થયેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ચોંકાવનારી છે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને એન્જિનીયરીંગ સહિતના વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાં સાયન્સ ફેકલ્ટીના ઉમેદવારને હરાવી કેટલાક આર્ટ્સ ફેકલ્ટીના ઉમેદવારો પસંદ થયા છે.

સુત્રોએ જણાવ્યું હતું કે આર્ટ્સમાં પણ એટીકેટીથી પાસ થયેલા ઉમેદવારની પસંદગીથી અનેક સવાલો ઉભા થયા છે. વિદ્યુત સહાયકની પરિક્ષામાં મોટાભાગના ગાણિતીક અને તાર્કિક પ્રશ્નો પૂછવામાં આવે છે. આથી આર્ટ્સ ફેકલ્ટી અને તેમાં પણ નબળી શૈક્ષણિક લાયકાતવાળા ઉમેદવારની પસંદગી થતા વીજકંપનીની ભરતી સામે આશંકાઓ વધુ તિવ્ર બની છે.

અગાઉથી કોમ્પ્યુટર નક્કી હતું?

મળતી વિગતો મુજબ પસંદ થયેલ જે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શંકા ઉપજાવે તેવી છે તેવા માટે અલગ વ્યવસ્થા બની હોઈ શકે છે. કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન પરિક્ષા લેવાઈ હોવાથી આવા ઉમેદવારોને અગાઉથી જ ચોક્કસ કોમ્પ્યુટર નક્કી કરી અપાયા હોવાની આશંકા છે.