ભરતીઃ ઈન્ડિયન નેવીમાં નોકરી મેળવવાની સોનેરી તક, આ રીતે કરો અરજી

અટલ સમાચાર, ડેસ્ક ઈન્ડિયન નેવીએ જાન્યુઆરી 2021થી શરૂ થઈ રહેલાં ઈન્ડિયન નેવીના કોર્સ માટે અરજીઓ મગાવી છે. અલગ-અલગ પોસ્ટ માટે આ અરજીઓ મગાવામાં આવી છે. જેમાં એટીસી, ઓબ્ઝર્વર, પાઇલટ, લોજિસ્ટિક્સ, હાયડ્રો કેડર વગેરે પોસ્ટ સામેલ છે. આ અંગેની સંપૂર્ણ જાણકારી તમે ઓફિશિયલ વેબસાઈટ પરથી મેળવી શકો છો. પાઇલટના પોસ્ટ માટે માત્ર એવા જ ઉમેદાવાર અરજી
 
ભરતીઃ ઈન્ડિયન નેવીમાં નોકરી મેળવવાની સોનેરી તક, આ રીતે કરો અરજી

અટલ સમાચાર, ડેસ્ક

ઈન્ડિયન નેવીએ જાન્યુઆરી 2021થી શરૂ થઈ રહેલાં ઈન્ડિયન નેવીના કોર્સ માટે અરજીઓ મગાવી છે. અલગ-અલગ પોસ્ટ માટે આ અરજીઓ મગાવામાં આવી છે. જેમાં એટીસી, ઓબ્ઝર્વર, પાઇલટ, લોજિસ્ટિક્સ, હાયડ્રો કેડર વગેરે પોસ્ટ સામેલ છે. આ અંગેની સંપૂર્ણ જાણકારી તમે ઓફિશિયલ વેબસાઈટ પરથી મેળવી શકો છો.

પાઇલટના પોસ્ટ માટે માત્ર એવા જ ઉમેદાવાર અરજી કરી શકે છે જેમની પાસે DGCAમાંથી પ્રાપ્ત કમર્શિયલ પાઇલટનું લાયસન્સ છે. સાથે જ ઉમેદવારનો જન્મ 2 જાન્યુઆરી 1996થી 1 જાન્યુઆરી 2002ની વચ્ચે થયેલો હોવો જોઈએ. આ સિવાય એસએસસી એટીસી માટે ઉમેદવાર પાસે બીઈ અથવા બીટેકમાં 60 ટકા માર્ક્સની સાથે ડિગ્રી હોવી જોઈએ. આ પોસ્ટ માટે અરજીની પ્રક્રિયા 29 નવેમ્બર 2019થી 19 ડિસેમ્બર 2019 સુધી ચાલશે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

અરજદાર માત્ર એક જ પોસ્ટ માટે અરજી કરી શકે છે. અરજદારોને INET (O) માર્ક્સના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. અરજી કર્યા પછી, અરજદારોને INTET (O) પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ પરીક્ષા ફેબ્રુઆરી 2020માં લેવામાં આવે તેવી સંભાવના છે. આ બે કલાકની પરીક્ષા છે જેમાં 100 મલ્ટીપલ ચોઈસના પ્રશ્નો પૂછવામાં આવશે. આ પ્રશ્નો ઈંગલિશ, રીઝનિંગ, ન્યૂમેરિકલ એબિલિટી, જનરલ સાયન્સ, મેથમેટિકલ એપ્ટીટ્યૂડ અને જનરલ નોલેજ જેવા સબજેક્ટથી પૂછવામાં આવશે. એક્ઝામમાં નેગેટિવ માર્કિંગની જોગવાઈ હશે. દરેક ખોટા જવાબ માટે એક માર્ક કાપવામાં આવશે. SC/ST અને મહિલા અરજદારોને ફીસમાં છૂટ મળશે, જ્યારે અન્ય અરજદારોને 215 રૂપિયા એક્ઝામિનેશન ફીસ ચૂકવવી પડશે.