આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગાંધીનગર

હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોવાથી ઠેરઠેર પ્રસાદ માટે મીઠાઈ ધરવામાં આવે છે ત્યારે મીઠાઈમાં વપરાતો માવો ઓરિજનલ છે કે નહીં તેની સામે પ્રશ્નાર્થો સર્જાયા છે. ગઈકાલે મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગાંધીનગર નજીકથી ડુપ્લીકેટ માવો તૈયાર કરતી બે ફેક્ટરી ઝડપાઈ છે.

ગાંધીનગર નજીકના જેઠીપુરા અને વલાદ ગામ પાસે રેડ કરી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બે ફેક્ટરીઓ ઝડપી પાડી હતી. એક ફેક્ટરીમાંથી કાના બ્રાન્ડનો માવો મોકલાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રેડમાં ઝડપાયેલા માવામાં હલકી ગુણવત્તાના પાવડરમાંથી માવો તૈયાર કરવામાં આવતો હતો.

પ્રાથમિક દ્રષ્ટિએ માવામાં ટેલકમ પાવડર હોવાનું સામે આવ્યું છે. જોકે, નમુના પ્રયોગશાળામાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ડુબ્લીકેટ માવો અમદાવાદ શહેરમાં સપ્લાય થતો હતો. જ્યારે તહેવારોમાં મીઠાઈની માંગ વધી જાય ત્યારે સ્વાભાવિકપણે આ માવાનો ઉપયોગ મીઠાઈમાં થયો હોય તેવી શક્યતા છે.

20 Sep 2020, 5:18 AM (GMT)

COVID-19 Global Stats

30,987,466 Total Cases
961,401 Death Cases
22,587,048 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code