આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર (અંકુર ત્રિવેદી)

પાલનપુર સ્થિત બનાસકાંઠા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ચાલતી વિવિધ યોજનામાં ભ્રષ્ટાચારે ભરડો લીધો હોવાનો પર્દાફાશ થયો છે. જાગૃત નાગરિકની રજૂઆત આધારે એસીબીએ ડીકોય તપાસ કરતાં કારકૂન રંગેહાથ ઝડપાઈ ગયો હતો. યોજનાના લાભાર્થી પાસેથી રૂ.5 હજારની લાંચ માંગી સ્વિકારી લેતાં ઝડપાઇ ગયો છે. જેના પગલે સમગ્ર જિલ્લા વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

બનાસકાંઠા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને માહિતી મળી હતી કે, જિલ્લા ઉધ્યોગ કેન્દ્રની કચેરીમાં સરકારની વિવિધ યોજનાઓમાં ગેરકાનૂની નાણાંની ઉઘરાણી થઈ રહી છે. જેમાં લોન સહાયના લાભાર્થીઓની અરજીમાં વાંધા વચકા કાઢી યેનકેન પ્રકારે લાંચ આપવા મજબુર કરાય છે. જે હકીકત આધારે સત્યતાની ખાતરી કરવા ડીકોયનું આયોજન કર્યું હતું. જેમાં જિલ્લા ઉધ્યોગ કેન્દ્રમાં આઉટ સોર્સથી ફરજ બજાવતો ગીરીશ પ્રજાપતી રૂ. 5000ની લાંચની માગણી કરી રકમ સ્વીકારતા ઝડપાઈ ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં લાંચનુ પ્રમાણ તબક્કાવાર અત્યંત વધી રહ્યું છે. અએસીબીની સફળ રેડને પગલે લાંચિયા કર્મચારીઓ ખુલ્લા પડી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code