રેડ@પાટણ: ઓમ મેટરનીટી હોસ્પિટલમાં તપાસ, સોનોગ્રાફી મશીન સીલ કર્યુ

અટલ સમાચાર, મહેસાણા પાટણની જાણિતી ઓમ મેટરનીટી હોસ્પિટલમાં અચાનક રેડ કરવામાં આવતા તબીબી આલમમાં ચકચાર મચી ગઇ છે. પીસી.એન્ડ પીએનડીટી એક્ટના ભંગ બદલ ડૉ. કિરીટ સી. પટેલને નોટીસ ફટકારી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યુ છે. જાતિય પરીક્ષણ મામલે પાટણમાં આરોગ્ય કેન્દ્રની બુધવારે બપોરે કાર્યવાહી બાદ સોનોગ્રાફી મશીન ધરાવતા ડૉકટર આલમમાં ફફડાટનું વાતાવરણ બન્યુ છે. છેલ્લા
 
રેડ@પાટણ: ઓમ મેટરનીટી હોસ્પિટલમાં તપાસ, સોનોગ્રાફી મશીન સીલ કર્યુ

અટલ સમાચાર, મહેસાણા

પાટણની જાણિતી ઓમ મેટરનીટી હોસ્પિટલમાં અચાનક રેડ કરવામાં આવતા તબીબી આલમમાં ચકચાર મચી ગઇ છે. પીસી.એન્ડ પીએનડીટી એક્ટના ભંગ બદલ ડૉ. કિરીટ સી. પટેલને નોટીસ ફટકારી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યુ છે. જાતિય પરીક્ષણ મામલે પાટણમાં આરોગ્ય કેન્દ્રની બુધવારે બપોરે કાર્યવાહી બાદ સોનોગ્રાફી મશીન ધરાવતા ડૉકટર આલમમાં ફફડાટનું વાતાવરણ બન્યુ છે.

છેલ્લા કેટલાક દિવસો બાદ ફરી એકવાર આરોગ્યના કેન્દ્ર ગણાતા પાટણમાં જીલ્લા આરોગ્ય તંત્રએ રેડ કરતા ખળભળાટ મચી ગયો છે. પાટણ શહેરના કીલાચંદ શોપિંગ સેન્ટર નજીક આવેલી ઓમ મેટરનીટી હોસ્પિટલમાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ 1994 નિયમના અમલ સંદર્ભે તપાસ કરવામાં આવી હતી. આ દરમ્યાન એક્ટના રૂલ નં.13નો ભંગ જણાતા તપાસ અધિકારીઓ ચોંકી ગયા હતા. જેથી ડૉ. કિરીટ સી.પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

રેડ@પાટણ: ઓમ મેટરનીટી હોસ્પિટલમાં તપાસ, સોનોગ્રાફી મશીન સીલ કર્યુ

સબ ડીસ્ટ્રીકટ એપ્રોપ્રિએટ ઓથોરીટી દ્રારા પંચો તેમજ સાક્ષીઓની હાજરીમાં ડૉ. કિરીટ સી.પટેલની હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યુ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, એક્ટની જોગવાઇઓના ભંગ બદલ ડૉકટર વિરૂધ્ધ કાનુની કાર્યવાહી કરવાની સંભાવનાને પગલે જાતિય પરીક્ષણ કરતા તબીબોમાં ગભરાહટ વ્યાપી ગયો છે.