અટલ સમાચાર, પાટણ
પાટણ જીલ્લાના ચાણસ્મા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં રેડ રિબન કલબ અને રાષ્ટ્રીય સેવા યોજના પ્રવૃત્તિ દ્વારા સોમવારે ભગીની સમાજ પાટણના મનીષાબેન ઠકકરે એઇડ્સ રોગની ભયાનકતા અને તેના નિવારણના ઉપાયો વિષય પર વ્યાખ્યાન આપ્યુ હતું. જેમાં એઇડ્સ રોગની ભયાનકતા અને તેના નિવારવાના ઉપાયો પર કવીઝ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રથમ નંબરે સ્વરા ઠાકોર, દ્વિતીય નંબરે પરેશ જાની અને તૃતીય નંબરે આશીફ સિપાઇ વિજેતા બન્યા હતા. આ પ્રસંગે આચાર્ય ડો. રોહિતકુમાર દેસાઇ, મીનાબેન પટેલ અને પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.વી.પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.