રેડ@સિદ્ધપુર: ઓઇલચોરી કરતાં 7 ઇસમો ઝબ્બે, 85 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર,પાટણ પાટણ જીલ્લામાં ઓઇલ ચોરીના વધતા જતા બનાવોને રોકવા ગુજરાત પોલીસ હરકતમાં આવી છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ ઘ્વારા ચોક્કસ બાતમીને આધારે સિદ્ધપુર નજીક ટેન્કરોમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી લેવાયું છે. જેમાં 7 આરોપીઓ સાથે સરેરાશ 85 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમને સિદ્ધપુર હાઇવે પર અમરદિપ હોટલ નજીકથી ડીઝલ ચોરીનું કૌભાંડ હાથ
 
રેડ@સિદ્ધપુર: ઓઇલચોરી કરતાં 7 ઇસમો ઝબ્બે, 85 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર,પાટણ

પાટણ જીલ્લામાં ઓઇલ ચોરીના વધતા જતા બનાવોને રોકવા ગુજરાત પોલીસ હરકતમાં આવી છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ ઘ્વારા ચોક્કસ બાતમીને આધારે સિદ્ધપુર નજીક ટેન્કરોમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી લેવાયું છે. જેમાં 7 આરોપીઓ સાથે સરેરાશ 85 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમને સિદ્ધપુર હાઇવે પર અમરદિપ હોટલ નજીકથી ડીઝલ ચોરીનું કૌભાંડ હાથ લાગ્યુ છે. ગુરૂવારે મોડી રાત્રીએ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા સાતથી વધુ ઇસમોને ઝડપી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળેથી 4 ટેન્કર, 1 જીપ તેમજ ડીઝલ સહિત સરેરાશ 85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સિદ્ધપુર પંથકમાંથી અવાર-નવાર ડીઝલચોરીના કેસ સામે આવતા આરોપીઓ અલગ-અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી રહયા છે. અગાઉ ભુગર્ભ પાઇપમાં બાકોરૂ પાડી ઓઇલચોરી કર્યા બાદ હવે પંપ સહિતના ખાનગી અને વ્યકિતગત સ્થળોએથી ડીઝલ ચોરીને અંજામ આપવામાં આવી રહયો છે.