રેડ@સુઇગામ: પંજાબી હોટલમાંથી પોલીસે 24 લીટર દેશી દારૂ ઝડપ્યો

અટલ સમાચાર, સુઇગામ ( દશરથ ઠાકોર) સુઇગામની પંજાબી હોટલમાં પોલીસની રેડ કરતાં 24 લીટર દેશી દારૂ ઝડપાયો હોવાથી પોલીસે દારૂ પૂરો પાડનાર રીક્ષા ચાલક અને હોટલ માલિક વિરુદ્ધ પ્રોહી. ગુનો દાખલ કર્યો છે. તાલુકા મથક સુઇગામ ખાતે પોલીસ સ્ટેશન નજીક આવેલ પંજાબી હોટલમાં કોઈ રીક્ષા ચાલક દ્વારા દેશી દારૂ ઉતારાયો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ
 
રેડ@સુઇગામ: પંજાબી હોટલમાંથી પોલીસે 24 લીટર દેશી દારૂ ઝડપ્યો

અટલ સમાચાર, સુઇગામ ( દશરથ ઠાકોર)

સુઇગામની પંજાબી હોટલમાં પોલીસની રેડ કરતાં 24 લીટર દેશી દારૂ ઝડપાયો હોવાથી પોલીસે દારૂ પૂરો પાડનાર રીક્ષા ચાલક અને હોટલ માલિક વિરુદ્ધ પ્રોહી. ગુનો દાખલ કર્યો છે. તાલુકા મથક સુઇગામ ખાતે પોલીસ સ્ટેશન નજીક આવેલ પંજાબી હોટલમાં કોઈ રીક્ષા ચાલક દ્વારા દેશી દારૂ ઉતારાયો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતાં હોટલ બાજુ ના ટ્રેઇલરમાં છુપાયેલ દેશી દારૂની 84 કોથળીઓ ભરેલાં બે કટ્ટા ઝડપાતા હોટલ માલિક અને રીક્ષાચાલક વિરુદ્ધ સુઇગામ પો.સ્ટે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુઇગામ પો.સ્ટેશન નજીક હાઇવે પર આવેલ પંજાબી હોટલમાં કોઈ રિક્ષામાં દારૂ પહોંચાડતો હોવાની બાતમીના આધારે સુઇગામ પોલીસે હોટલમાં રેઇડ કરતાં રીક્ષા ચાલક હોટલમાં દારૂ મૂકી ફરાર થઇ ગયો હતો. એની હોટલ માલિકે હોટલ નજીક પડેલ ટ્રેઇલરની કેબિનમાં દારૂના બે કટ્ટા સંતાડી દીધેલ જે પોલીસે ઝડપી લઈ તેમાંથી 84 દેશી દારૂની થેલીઓ મળી આવેલ છે.

સુઇગામ પો.સ્ટે.ના હે.કો.વિષ્ણુભાઈએ હોટલ સંચાલક રાજબીરસિંગ સ/ઓ ચરણસિંગ જાટ રહે.ખાખ તાલુકો ખડુર શહેર, જી.અમૃતસર(તરણ તારણ)પંજાબ,હાલ રહે,સુઇગામ ત્રણ રસ્તા હોટલ,અને રીક્ષા ચાલક વિરુદ્ધ પ્રો.એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી આ હોટલ પર દારૂ સહિતની નશીલા દ્રવ્યો વેચાતા હોવાની લોકમુખે ચર્ચા થતી હતી. પરંતુ પોલીસ તંત્ર પણ છાવરતું હોવાના આક્ષેપ થતા હતા. જોકે નવા આવેલા પી.એસ.આઈ એચ.બી.પરમારે હોટલ પર રેડ કરી દેશી દારૂની કોથળીઓ ઝડપી પાડી હતી. દારૂનો કેશ ના થાય તે માટે કેટલાક આગેવાનો સુઇગામ પોલીસ સ્ટેશને દોડી આવી દરમ્યાનગીરી કરી હોવાનું જાણવા મળે છે.