રેડ@વડોદરા: નામચીન બુટલેગર લાલુ સીંધીનો 24.90 લાખના દારૂ સહિત 10 ઇસમો ઝબ્બે

અટલ સમાચાર,વડોદરા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે જીઆઇડીસીમાં રેડ કરી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે 10 લોકોની અટકાયત કરી જેલહવાલે કર્યા છે. ક્રાઇમબ્રાન્ચે બાતમી આધારે કરેલી રેડમાં કુલ 24,90,820ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની રેડ દરમ્યાન લાલચંદ ખાનાણી અને મુકેશ ધોબી નામના બે શખ્સ ફરાર થઇ જતાં પોલીસે તેમની અટકાયત
 
રેડ@વડોદરા: નામચીન બુટલેગર લાલુ સીંધીનો 24.90 લાખના દારૂ સહિત 10 ઇસમો ઝબ્બે

અટલ સમાચાર,વડોદરા

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે જીઆઇડીસીમાં રેડ કરી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે 10 લોકોની અટકાયત કરી જેલહવાલે કર્યા છે. ક્રાઇમબ્રાન્ચે બાતમી આધારે કરેલી રેડમાં કુલ 24,90,820ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની રેડ દરમ્યાન લાલચંદ ખાનાણી અને મુકેશ ધોબી નામના બે શખ્સ ફરાર થઇ જતાં પોલીસે તેમની અટકાયત કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરા શહેરમાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સુચના CP અનુપમસિંઘ ગહલૌત અને JCP કેશરીસિંહ ભાટીનાએ સુચના આપી હતી. જેને લઇ ક્રાઇમ બ્રાન્ચના DCP જયદિપસિંહ જાડેજા, ACP ડી.એસ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એ.બી.જાડેજાનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. કે.ચાવડાનાની ટીમ કાર્યરત હતી. જેમાં બાતમી આધારે મકરપુરા જી.આઇ.ડી.સીમા રેઇડ કરતા ઇંગ્લીશ દારૂના જથ્થો મળી કુલ કિંમત રૂપિયા 24,90,820 ના મુદ્દામાલ સાથે 10 ઇસમોને ઝડપી પાડી સદર પકડાયેલા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલા આરોપીઓના નામ

  • હેમંત ઉર્ફે બાબુ નાનકરામ સચવાણી, ઉ.વ 41 રહે ટી-28-414 એસ કે કોલોની વારસીયા, વડોદરા
  • ધર્મેન્દ્ર સંપતસિંહ ચૌહાણ ,ઉ.વ.33 રહે મ.ન.60, સ્વાદ ક્વાર્ટર હરણી વિ.આઇ.પી.રોડ, વડોદરા
  • સતિષ ઓમપ્રકાશ પ્રજાપતિ, ઉ.વ.31 રહે બ્લોક નં.9 મ.નં.15, અમરશ્રધ્ધા સોસાયટી પાછળ વુડાના મકાનમાં તરસાલી, વડોદરા
  • દિનેશ ગીરધારીલાલ દલાણી, ઉ.વ.34 રહે બ.નં.બી-38
  • રાજા અનવરભાઇ મિર્ઝા, ઉ.વ.33 રહે શિવધારા ફ્લેટ વારસીયા પો.સ્ટે સામે વારસીયા, વડોદરા
  • આરીફ નુરમહમદ શેખ, ઉ.વ.36 રહે લક્ષ્મીનગર કુબેરનગરની બાજુમાં એકતાનગર આજવા રોડ, વડોદરા
  • રઇસ હુશેન વાણીયાવાલા, ઉ.વ.40 રહે રામરહીમ પાર્ક નવી મસ્જીદની પાછળ આજવા રોડ, વડોદરા
  • સદ્દામ મકબુલભાઇ મન્સુરી, ઉ.વ.29 રહે નુરાની મહોલ્લો મદરેસાની બાજુમાં આજવા રોડ, વડોદરા
  • અંજુમ મુનીરભાઇ શેખ, ઉ.વ. 35 રહે એકતાપુરનગર કુબેરનગર આજવા રોડ, વડોદરા
  • મુકેશ નારાયણ માકીજાની, ઉ.વ.43 રહે એ-પ મ.નં.લદ 104 સોમનાથ સોસાયટી

ફરાર આરોપીઓના નામ

  • લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાણી, રહે.વારાસીયા વડોદરા
  • મુકેશ ધોબી