અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂઃ૧લી એપ્રિલથી યાત્રાનો પ્રારંભ

અટલ સમાચાર, ડેસ્ક અમરનાથની યાત્રામાં મેડીકલી ફીટ અને ડોકટરી સર્ટીફીકેટ સાથે રાખવું ફરજીયાત કરવામાં આવ્યુ છે. ૪૬ દિવસ પગપારા યાત્રામાં લાખો લોકો જોડાશે. અને આ યાત્રા ૧૫ ઓગષ્ટે પુરી થશે. દરરોજ ૧૫ હજાર યાત્રાળુ આ યાત્રા પર જઇ શકશે. પંજાબ નેશનલ અકિલા બેન્ક, જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક તથા યસ બેન્કની ૪૦૦ શાખામાં રજીસ્ટ્રેશન સવલતો ઉપલબ્ધ
 
અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂઃ૧લી એપ્રિલથી યાત્રાનો પ્રારંભ

અટલ સમાચાર, ડેસ્ક

અમરનાથની યાત્રામાં મેડીકલી ફીટ અને ડોકટરી સર્ટીફીકેટ સાથે રાખવું ફરજીયાત કરવામાં આવ્યુ છે. ૪૬ દિવસ પગપારા યાત્રામાં લાખો લોકો જોડાશે. અને આ યાત્રા ૧૫ ઓગષ્ટે પુરી થશે. દરરોજ ૧૫ હજાર યાત્રાળુ આ યાત્રા પર જઇ શકશે. પંજાબ નેશનલ અકિલા બેન્ક, જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક તથા યસ બેન્કની ૪૦૦ શાખામાં રજીસ્ટ્રેશન સવલતો ઉપલબ્ધ કરવામાં આવી છે. અમરનાથ શ્રાઈન બોર્ડ તરફથી ૧ લાખનો વિમો પ્રત્યેક યાત્રાળુઓને વિનામૂલ્યે આપવામાં આવશે.

આ વખતની અમરનાથ યાત્રામાં લગભગ ૭ લાખ લોકોનું આયોજન કરાયું છે. આ વખતે યાત્રા ૪૬ દિવસ સુધી ચાલશે. જ્યારે ગયા વર્ષે તે ૬૦ દિવસ ચાલી હતી. આ વખતે બન્ને માર્ગો પર યાત્રિકોની સંખ્યા માટે નિયમો લાગુ કરાયા છે. પહેલગામ અને બાલતાલ માર્ગોથી રોજના ૭૫૦૦ શ્રધ્ધાળુઓને જ પરવાનગી મળશે. તેમાં હેલીકોપ્ટર સેવાનો લાભ લેનારાઓને નહીં ગણાયા.

અમરનાથ યાત્રા પર જતા ઘણા શ્રદ્ધાળુઓ આરોગ્ય વિષયક તકલીફોના કારણે દર વર્ષે મોતની સંખ્યા વધતી જતી હોય છે. યાત્રાનો પ્રબંધ કરનાર શ્રાઈન બોર્ડે નિર્ણય કર્યો છે. એક પ્રવકતાએ કહ્યું કે આજ શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની એક હાઈલેવલની મીટીંગમાં આ નિર્ણય લેવાયો છે.

આ મીટીંગની અધ્યક્ષતા રાજ્યપાલ સત્યપાલ મલિકે કરી હતી. મીટીંગમાં હૃદયરોગના કારણે મોતને ભેટતા શ્રધ્ધાળુઓ અંગે ચર્ચા થઈ હતી. પ્રવકતાએ કહ્યું કે બોર્ડે નિર્ણય કર્યો છે કે, યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવતી વખતે શ્રધ્ધાળુઓએ રજીસ્ટર્ડ ડોકટર દ્વારા અપાયેલ મેડીકલ સર્ટીફીકેટ રજુ કરવું પડશે. દેશભરના ૩૨ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પંજાબ નેશનલ બેંક, જમ્મુ કાશ્મીર બેંક અને યસ બેંકની ૪૪૦ શાખાઓમાં યાત્રી રજીસ્ટ્રેશનની સુવિધાઓ અપાઈ છે. રજીસ્ટ્રેશન ૧ એપ્રિલથી શરૂ થશે.

બોર્ડની મીટીંગમાં આદેશ અપાયો છે કે, યાત્રા માટેનું રજીસ્ટ્રેશન સમયસર થઈ શકે તે માટે આ વખતે ૧ એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ કરી દેવાશે. યાત્રાએ જનાર દરેક યાત્રાળુનો એક લાખનો એકસીડન્ટ વિમો અમરનાથ શ્રાઈન બોર્ડ તરફથી મફત આપવામાં આવશે. આ વખતે યાત્રાએ જનાર શ્રધ્ધાળુઓનો પહેલા મેડીકલ ફીટનેસ ટેસ્ટ થશે અને તે પછી દરેક રજીસ્ટર્ડ યાત્રાળુને મફત વીમો અપાશે. યાત્રા કેમ્પો માટે માસ્ટર પ્લાન તૈયાર કરી લેવાયો છે. બોર્ડે યાત્રા દરમ્યાન લંગરની વ્યવસ્થાને પણ મંજુરી આપી દીધી છે. યાત્રામાં ૧૩ વર્ષથી નાના અને ૭૫ વર્ષથી વધુ વયના લોકોને પરવાનગી નહીં મળે.

સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર યાત્રાળુઓની સંખ્યા પર નિયંત્રણ રાખવા આ વખતે રોજના ૧૫,૦૦૦ યાત્રિકોને જ આગળ વધવાની મંજુરી અપાશે.