રાહત@બનાસકાંઠા: 53 વ્યક્તિના રિપોર્ટ નેગેટીવ, 33 ચકાસણી હેઠળ

અટલ સમાચાર, બનાસકાંઠા પાલનપુર અને વાવ તાલુકામાં કોરોના વાયરસનો પગપેસારો થયા બાદ યુધ્ધના ધોરણે સેમ્પલ લેવાયા છે. જેમાં આજે 53 વ્યક્તિના રિપોર્ટ નેગેટીવ આવતાં મોટો હાશકારો સામે આવ્યો છે. જોકે 33 શંકાસ્પદો ચકાસણી હેઠળ હોઇ આરોગ્ય વિભાગે જરૂરી કવાયત હાથ ધરી છે. શંકાસ્પદોની સંખ્યા સામે કોરોના દર્દી હવે એકપણ વધે નહિ તેને લઈ જિલ્લાવાસીઓ ઉચાટ
 
રાહત@બનાસકાંઠા: 53 વ્યક્તિના રિપોર્ટ નેગેટીવ, 33 ચકાસણી હેઠળ

અટલ સમાચાર, બનાસકાંઠા

પાલનપુર અને વાવ તાલુકામાં કોરોના વાયરસનો પગપેસારો થયા બાદ યુધ્ધના ધોરણે સેમ્પલ લેવાયા છે. જેમાં આજે 53 વ્યક્તિના રિપોર્ટ નેગેટીવ આવતાં મોટો હાશકારો સામે આવ્યો છે. જોકે 33 શંકાસ્પદો ચકાસણી હેઠળ હોઇ આરોગ્ય વિભાગે જરૂરી કવાયત હાથ ધરી છે. શંકાસ્પદોની સંખ્યા સામે કોરોના દર્દી હવે એકપણ વધે નહિ તેને લઈ જિલ્લાવાસીઓ ઉચાટ વચ્ચે આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના બે પોઝીટીવ કેસ બાદ મોટી સંખ્યામાં સેમ્પલ લીધા છે. જેમાં આજે કેટલાક રીપોર્ટ આવ્યા બાદ હાશકારો થયો છે. શંકાસ્પદ 53 વ્યક્તિ કોરોનાથી મુક્ત હોવાનું બહાર આવ્યું છે. જોકે હજુપણ 33 વ્યક્તિના રીપોર્ટ આવવાના બાકી હોઇ તેના ઉપર નજર છે. આ સાથે હજુ વધુ શંકાસ્પદો ઉમેરાય તેમ હોઇ સેમ્પલ અને રીપોર્ટની સંખ્યા વધી શકે છે. આરોગ્ય વિભાગે પાલનપુર નજીક ગઠામણ અને વાવ પંથકમાંથી સરેરાશ 150થી વધુ સેમ્પલ લેવાની મથામણ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં બે કેસ બાદ વધુ કોરોના પોઝીટીવ ઉપર બ્રેક લાગી છે. જેથી તંત્ર દ્વારા શંકાસ્પદો શોધી હોમ ક્વોરોન્ટાઈન કરવા દોડધામ મચી છે. આ દરમ્યાન નેગેટીવ રીપોર્ટ આવતાં સ્થાનિકો મોટી ચિંતાથી મૂક્ત બને તેવી સ્થિતિ છે.