રાહત@બનાસકાંઠાઃ તીડે કરેલા નુકશાન સામે ખેડૂતોને હેક્ટર દીઠ સહાય નક્કી

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠામાં છેલ્લા પંદર દિવસથી તીડ ખેડૂતોના પાકનો નાશ કરી રહ્યા છે. કરોડોની સંખ્યામાં આવેલા તીડે ખેતીના પાકોને ભારે નુકશાન કર્યું હોવાથી આખરે સરકારે રાહત પેકેજ જાહેર કર્યં છે. કૃષિ વિભાગે બનાસકાંઠાના કલેક્ટરને સર્વે માટે આદેશ આપ્યો છે. ખેડૂતને SDRFના ધારાધોરણ મુજબ 33 ટકાથી વધુ નુકસાન હોય તો હેકટર દીઠ રૂ. 13,500 સહાય
 
રાહત@બનાસકાંઠાઃ તીડે કરેલા નુકશાન સામે ખેડૂતોને હેક્ટર દીઠ સહાય નક્કી

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠામાં છેલ્લા પંદર દિવસથી તીડ ખેડૂતોના પાકનો નાશ કરી રહ્યા છે. કરોડોની સંખ્યામાં આવેલા તીડે ખેતીના પાકોને ભારે નુકશાન કર્યું હોવાથી આખરે સરકારે રાહત પેકેજ જાહેર કર્યં છે. કૃષિ વિભાગે બનાસકાંઠાના કલેક્ટરને સર્વે માટે આદેશ આપ્યો છે. ખેડૂતને SDRFના ધારાધોરણ મુજબ 33 ટકાથી વધુ નુકસાન હોય તો હેકટર દીઠ રૂ. 13,500 સહાય આપવાનું નક્કી કરાયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ગાંધીનગરથી કૃષિ વિભાગે તીડ નુકશાનને લઇ સર્વે માટે સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટરને સર્વે માટે સૂચના આપવામાં આવી છે. SDRFની જોગવાઇ મુજબ ખેડૂતને હેક્ટર દીઠ રૂ. 13,500ની સહાય મળશે. કૃષિ વિભાગના મુખ્ય સચિવ પુનમચંદ પરમારનુ નિવેદન આપ્યું છે કે અમુક વિસ્તારોમાં છુટી-છવાઈ તીડ છે. બાકી મોટાભાગની તીડનો નાશ કરવામાં આવી રહ્યો છે.