રાહત@બનાસકાંઠા: કેનાલમાં પાણી છોડવાની ખાત્રી, “આપ” પાર્ટીના પારણાં

અટલ સમાચાર, લાખણી બનાસકાંઠા જીલ્લાની સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવા મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપવાસ પર બેસેલા હતા. છેલ્લા ચાર દિવસથી ઉપવાસ પર બેસેલા કાર્યકર્તાઓની લાખણી મામલતદારે મુલાકાત કરી હતી. સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવાની ખાત્રી આપ્યા બાદ આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ ભેમાભાઇ ચૌધરી સહિતનાએ પારણાં કર્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
રાહત@બનાસકાંઠા: કેનાલમાં પાણી છોડવાની ખાત્રી, “આપ” પાર્ટીના પારણાં

અટલ સમાચાર, લાખણી

બનાસકાંઠા જીલ્લાની સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવા મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપવાસ પર બેસેલા હતા. છેલ્લા ચાર દિવસથી ઉપવાસ પર બેસેલા કાર્યકર્તાઓની લાખણી મામલતદારે મુલાકાત કરી હતી. સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવાની ખાત્રી આપ્યા બાદ આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ ભેમાભાઇ ચૌધરી સહિતનાએ પારણાં કર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસની મહામારી વચ્ચે બનાસકાંઠા જીલ્લાની સુજલામ-સુફલામ કેનાલોમાં પાણી છોડવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા ચાર દિવસથી ઉપવાસ પર બેઠેલા હતા. જોકે આજે લાખણી મામલતદારે તેમની મુલાકાત કરી જણાવ્યુ હતુ કે, તમારી માંગણી અમે સરકાર સુધી પહોંચાડી દીધી છે. પરંતુ પાણી છોડવાની કામગીરીમાં થોડો સમય લાગશે. જેથી આપના કાર્યકર્તાઓને પારણાં કર્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લાખણી મામલતદારે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ ભેમાભાઇ ચૌધરીને પારણાં કરાવ્યા હતા. લાખણી મામલતદારે લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પારણાં કરવા અપીલ કરતા અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની ખાત્રી આપતા તમામે પારણાં કર્યા હતા. આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ ભેમાભાઇ ચૌધરી સહિત રમેશભાઈ નાભાણી, ઈશ્વરભાઈ દેસાઈ, ડો.દેવેન્દ્રભાઈ ચૌહાણ, દિલુભા ઝાલા સહિત ઉપવાસી નેતાઓએ આજે પારણા કર્યા હતા.