રાહત@દેશ: પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે કોરોનાને હરાવ્યો, AIIMSમાંથી ડીસ્ચાર્જ કરાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે કોરોનાને મ્હાત આપી છે. મનમોહનસિંઘને ગત દિવસોએ કોરોના પોઝિટિવ આવ્યા બાદ AIIMSના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહનસિંઘને હળવો તાવ હતો અને તપાસ બાદ તેમને કોરોના વાયરસનું સંક્રમણ થયું હોવાની પુષ્ટિ થઈ હતી, ત્યારબાદ તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
રાહત@દેશ: પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે કોરોનાને હરાવ્યો, AIIMSમાંથી ડીસ્ચાર્જ કરાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે કોરોનાને મ્હાત આપી છે. મનમોહનસિંઘને ગત દિવસોએ કોરોના પોઝિટિવ આવ્યા બાદ AIIMSના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહનસિંઘને હળવો તાવ હતો અને તપાસ બાદ તેમને કોરોના વાયરસનું સંક્રમણ થયું હોવાની પુષ્ટિ થઈ હતી, ત્યારબાદ તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહને કોરોના ‘કોવાક્સિન’ રસીના બે ડોઝ આપવામાં આવ્યા હતા. આ તરફ 88 વર્ષિય પૂર્વ વડાપ્રધાનનો 19 એપ્રિલે કોરોના વાયરસ પરીક્ષણનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. મનમોહનસિંઘને દિલ્હી AIIMSના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહનસિંઘને ડાયાબિટીસ પણ છે. જોકે આજે 29 એપ્રિલે તેમને AIIMSના ટ્રોમા સેન્ટરમાંથી રજા આપવામાં આવી છે.