ગુજરાતના ખેડૂતોને રાહતઃ કેન્દ્ર સરકારે 130 કરોડનું રાહત પેકેજ મંજૂર કર્યું

અટલ સમાચાર, ડેસ્ક મોદી સરકારે બજેટ પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં ખેડૂતો માટે 6680 કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી છે. રાહત પેકેજનો લાભ આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતોને મળશે. આ રકમમાં આંધ્રપ્રદેશ માટે 900 કરોડ રૂપિયા, ગુજરાત માટે 130 કરોડ રૂપિયા, મહારાષ્ટ્ર માટે 4700 કરોડ રૂપિયા અને
 
ગુજરાતના ખેડૂતોને રાહતઃ કેન્દ્ર સરકારે 130 કરોડનું રાહત પેકેજ મંજૂર કર્યું

અટલ સમાચાર, ડેસ્ક

મોદી સરકારે બજેટ પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં ખેડૂતો માટે 6680 કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી છે. રાહત પેકેજનો લાભ આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતોને મળશે. આ રકમમાં આંધ્રપ્રદેશ માટે 900 કરોડ રૂપિયા, ગુજરાત માટે 130 કરોડ રૂપિયા, મહારાષ્ટ્ર માટે 4700 કરોડ રૂપિયા અને કર્ણાટક માટે 950 કરોડ રૂપિયાના પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. આ ચાર રાજ્યોમાં ખેડૂતો દુકાળથી પીડિત હતા અને સરકારના આ નિર્ણયથી તેમને મોટી રાહત મળશે.

કૃષિ મંત્રાલયે કૃષિક્ષેત્રની સમસ્યાઓને દૂર કરવા માટે  ભલામણ કરી હતી. ગત મહિને કેન્દ્ર સરકારે કેટલાક દુષ્કાળ પ્રભાવિત રાજ્યોની મુલાકાત લીધી હતી. ત્યારથી માનવામાં આવી રહ્યુ હતું કે સરકાર આ રાજ્યોમાં ખેડૂતો માટે કોઈ પેકેજની જાહેરાત કરી શકે છે.

આ ઉપરાંત આશા વ્યક્ત કરાઈ છે કે, આ બજેટમાં ખેડૂતોને પણ રાહત આપવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ બજેટમાં પાક વીમા યોજના માટે કેન્દ્ર સરકાર ફંડ વધારી શકે છે. વડાપ્રધાન પાક વીમા યોજનાને સરકાર 15000 કરોડ રૂપિયા આપી શકે છે. ગત બજેટમાં સરકાર તરફથી તેના માટે 13 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.