રાહત@ગુજરાતઃ ગત 24 કલાકમાં 919 કેસ, 7ના મોત, 1.49 લાખ દર્દી સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધતા જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 919 લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 167173 કોરોના કેસ નોંધાયા છે. 24 કલાકમાં વધુ 7 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક 3689એ પહોંચ્યો છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 13,936 એક્ટિવ કેસ છે જેમાં 65
 
રાહત@ગુજરાતઃ ગત 24 કલાકમાં 919 કેસ, 7ના મોત, 1.49 લાખ દર્દી સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધતા જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 919 લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 167173 કોરોના કેસ નોંધાયા છે. 24 કલાકમાં વધુ 7 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક 3689એ પહોંચ્યો છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 13,936 એક્ટિવ કેસ છે જેમાં 65 કેસ વેન્ટિલેટર ઉપર છે જ્યારે 13,871 કેસ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,49,548 લોકોને ડિસ્ટાર્જ કરવામાં આવ્યા છે.

આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 919 કેસ નોંધાયા છે. સાથે આજે 963 લોકો કોરોનાને મ્હાત આપીને ઘરે પહોંચ્યા છે. રાજ્યનો સાજા થવાનો દર 89.46 ટકા<br />થયો છે. એજ રીતે કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આજે રાજ્યમાં કુલ 51,370 ટેસ્ટ કરવામાં આવ્યા છે. વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 790.31 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 57,42,742 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કોરોનાના કેસની વાત કરીએ તો સુરત કોર્પોરેશનમાં 166, અમદાવાદ કોર્પોરેશનમાં 162, વડોદરા કોર્પોરેશનમાં 72, રાજકોટ કોર્પોરેશન 65, સુરત 61, વડોદરામાં 43 કેસ, રાજકોટમાં 32 કેસ, જામનગર કોર્પોરેશનમાં 28 કેસ, ભરૂચમાં 20 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 20 કેસ, જામનગરમાં 15 કેસ, દાહોદમાં 14 કેસ, સાબરકાંઠામાં 14 કેસ, અમદાવાદમાં 12 કેસ નોંધાયા છે. ત્યારે બાકીના જિલ્લાઓમાં 10 કરતા ઓછા કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છેકે આજે સુરત શહેરમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 227 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 166 જયારે ગ્રામીણ વિસ્તારમાં 61 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 35558 પર પહોંચી છે, જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 997 પર પહોંચ્યો છે, તેવામાં આજે 253 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.