રાહત@જનતાઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો આટલા પૈસાનો ઘટાડો

અટલ સમાચાર, ડેસ્ક સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાંઘટાડો કર્યો છે. પેટ્રોલના ભાવમાં 13-14 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ ડીઝલનો ભાવ 14-16 પૈસા પ્રતિ લીટર ઓછો થયો. ગત સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેના કારણે પેટ્રોલના ભાવમાં 53 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે.
 
રાહત@જનતાઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો આટલા પૈસાનો ઘટાડો

અટલ સમાચાર, ડેસ્ક

સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાંઘટાડો કર્યો છે. પેટ્રોલના ભાવમાં 13-14 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ ડીઝલનો ભાવ 14-16 પૈસા પ્રતિ લીટર ઓછો થયો. ગત સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેના કારણે પેટ્રોલના ભાવમાં 53 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ ઘટીને 81.55 રૂપિયા અને ડીઝલનો ભાવ 72.56 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નોંધનીય છે કે, રોજ સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીનશન અને અન્ય બાબતો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણો થઈ જાય છે. દિલ્હી- પેટ્રોલ 81.55 રૂપિયા અને ડીઝલો 72.56 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ 88.21 રૂપિયા અને ડીઝલો 79.05 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ 83.06 રૂપિયા અને ડીઝલો 76.06 રૂપિયા પ્રતિ લીટર છે.ચેન્નઈ- પેટ્રોલ 84.57 રૂપિયા અને ડીઝલો 77.91 રૂપિયા પ્રતિ લીટર છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવ ગબડી રહ્યા છે અને રૂપિયામાં મજબૂતી પરત ફરી છે. એવામાં એક્સપર્ટ્સ ઘરેલુ સ્તર પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાનું અનુમાન લગાવી રહ્યા છે. જો ક્રૂડમાં 20 ટકાનો ઘટાડો આવે છે તો પેટ્રોલ અને ડીઝલમાં 5 ટકા ભાવનો ઘટાડો આવી શકે છે. જેથી પેટ્રોલ અને ડીઝલ 2.5થી 3 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઈ શકે છે. વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.