આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ કોવિડ-19માં દાખલ થયેલ બે આરોગ્ય કર્મી સહિત ત્રણના રીપોર્ટ નેગેટીવ આપતાં રજા આપવામાં આવી હતી. કોવિડ-૧૯ હોસ્પિટલનો સ્ટાફ અને આરોગ્ય તંત્ર દ્વારા આ દર્દીઓને કોરાનાને મહાત આપી તે બદલ સન્માન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લામાં સાત પોઝીટીવ કેસ નોંધાયેલ છે. જેમાંથી કડી અને વિજાપુરના દર્દીઓને અગાઉ રજા આપી દેવામાં આવી હતી કોવિડ-19 હોસ્પિટલ મહેસાણા ખાતે દાખલ થયેલ 2 આરોગ્ય કર્મી સહિત ત્રણ દર્દીઓને રજા આપવામાં આવેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના મુક્ત થયેલા ત્રણ દર્દીઓને રોગ મુક્તિના પ્રમાણ પત્ર સાથે વિદાય આપવામાં આવી હતી. આમ તબીબી જ્ઞાન અને અનુભવની સાથે નિષ્ઠા અને ફરજ પરસ્તીનો સમન્વય કરીને આપેલી સારવારથી 3 દર્દીઓ રોગ મુક્ત થયા હતા. કોરોના મુક્ત વ્યક્તિઓએ ફરજ બજાવતા તબીબો, નર્સિંગ સ્ટાફ અને સેવકોએ આનંદની સાથે ઊંડા આત્મસંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

મહેસાણા જિલ્લામાં કોરાનાને મહાત કરી વિજય મેળવનાર આ બે આરોગ્ય કર્મી વિજયભાઇ એલ પરમાર અને આશાબેન કે ખાંટે આરોગ્યની સેવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત અન્ય દર્દી પંકજભાઇ ઠાકોરે કોવિડ-19 હોસ્પિટલમાં મળતી સવલતો અને સેવાઓ વિશે વહીવટીતંત્રનો આભાર માન્યો હતો. કોવિડ-19 મહેસાણા હોસ્પિટલમાં રોગમુક્ત થયેલ દર્દીઓને રજા આપતાં સમયે આરોગ્ય અધિકારી ડો. ટી.કે.સોની, સિવિલ સર્જન એચ.એન.પરમાર, અધિક આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુંભાઇ પટેલ સહિત આરોગ્યના કર્મીઓ, કોવિડ-૧૯ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code