રાહત@મહેસાણાઃ લોકડાઉન વચ્ચે મહિલાઓને મુશ્કેલી, લો આ નંબર લગાવો

અટલ સમાચાર, મહેસાણા નોવેલ કોરોના વાયરસ સંક્રમણને પગલે ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયેલ છે. આ લોકડાઉનમાં લોકોને આવશ્યક અને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ મળી રહે તે માટે તંત્ર કટિબધ્ધ બન્યું છે. આ જીવન જરૂરીયાતની અને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે અને આ બાબતે કોઇ ફરીયાદ કે રજુઆત હોય તો મહિલા હેલ્પ લાઇન નંબર જિલ્લા પોલીસ
 
રાહત@મહેસાણાઃ લોકડાઉન વચ્ચે મહિલાઓને મુશ્કેલી, લો આ નંબર લગાવો

અટલ સમાચાર, મહેસાણા

નોવેલ કોરોના વાયરસ સંક્રમણને પગલે ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયેલ છે. આ લોકડાઉનમાં લોકોને આવશ્યક અને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ મળી રહે તે માટે તંત્ર કટિબધ્ધ બન્યું છે. આ જીવન જરૂરીયાતની અને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે અને આ બાબતે કોઇ ફરીયાદ કે રજુઆત હોય તો મહિલા હેલ્પ લાઇન નંબર જિલ્લા પોલીસ અધિક્ષક મનિષ સિંઘ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહિલાઓને જીવન જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓ, દવાઓ સરળતાથી મળી રહે તે સારૂ મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા મહિલા હેલ્પ લાઇનની રચના કરવામાં આવી છે. આ મહિલા હેલ્પ લાઇન નંબર ૦૨૭૬૨-૨૨૧૮૨૦ ઉપર સંપર્ક કરવાની મહિલાઓને લગતી ફરીયાદો અને રજુઆતો નજીકના પોલીસ સ્ટેશનની મહિલા ટીમ દ્વારા ત્વરીત ધોરણે મદદ મળી રહેશે. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની આ અનોખી પહેલ મહિલાઓએ પ્રશંસા કરી છે. ઉંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખી કોરોના વાયરસ સંદર્ભે થઇ રહેલ કામગીરનો આભાર માની પ્રશંસા કરી છે.