રાહત@મહેસાણા: આજે 20 પોઝિટીવ સામે નવા 39 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લા માટે થોડા રાહતના સમાચાર કહી શકાય કે, આજે 20 પોઝીટીવ કેસની સામે 39 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. છેલ્લા કેટલાક દિવસોથી સતત ડબલ આંકડામાં સામે આવતાં કેસોની વચ્ચે સાજા થનાર દર્દીઓની સંખ્યા નહિવત હોવાથી ચિંતાજનક સ્થિતિ બની હતી. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં
 
રાહત@મહેસાણા: આજે 20 પોઝિટીવ સામે નવા 39 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લા માટે થોડા રાહતના સમાચાર કહી શકાય કે, આજે 20 પોઝીટીવ કેસની સામે 39 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. છેલ્લા કેટલાક દિવસોથી સતત ડબલ આંકડામાં સામે આવતાં કેસોની વચ્ચે સાજા થનાર દર્દીઓની સંખ્યા નહિવત હોવાથી ચિંતાજનક સ્થિતિ બની હતી. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 20 કેસ સામે આવ્યા છે. આ તરફ જીલ્લામાં અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 39 દર્દી આજે સારવાર દરમ્યાન સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 5, ઊંઝા શહેરમાં 2, ઊંઝા તાલુકાના ભુણાવ અને કામલીમાં 1-1, કડી શહેરમાં 3, ખેરાલુ શહેરમાં 3, વિજાપુર શહેરમાં 1 અને વિજાપુર તાલુકાના માઢી ગામે 2, વિસનગર શહેરમાં 1 અને વડનગર શહેરમાં 1 મળી નવા 20 કેસ નોંધાયા છે.