રાહતઃ કોરોનાની સારવારમાં ‘આ’ દવાના ઉપયોગને મળી મંજૂરી

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાવાયરસનો પ્રકોપ ઝીલી રહેલા અમેરિકાએ કોવિડ 19ની સારવાર માટે રેમ્ડેસેવીર દવાના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે FDA મંજૂરીની જાહેરાત કરી. રેમ્ડેસેવીર દવાના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યાં છે. જે દર્દીઓ અતિ ગંભીર સ્થિતિમાં હશે તેમના પર આ દવાનો ઉપયોગ થઈ શકશે. દવાના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળતા હવે કોરોના
 
રાહતઃ કોરોનાની સારવારમાં ‘આ’ દવાના ઉપયોગને મળી મંજૂરી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાવાયરસનો પ્રકોપ ઝીલી રહેલા અમેરિકાએ કોવિડ 19ની સારવાર માટે રેમ્ડેસેવીર દવાના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે FDA મંજૂરીની જાહેરાત કરી. રેમ્ડેસેવીર દવાના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યાં છે. જે દર્દીઓ અતિ ગંભીર સ્થિતિમાં હશે તેમના પર આ દવાનો ઉપયોગ થઈ શકશે. દવાના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળતા હવે કોરોના સામેની લડતમાં તેજી આવી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દવાના ટ્રાયલની વચ્ચે જ ઈમરજન્સી ઉપયોગ માટે FDA દ્વારા મંજૂરી અપાઈ છે. FDAએ કહ્યું કે આ દવા પૂર્ણ સારવાર નથી પરંતુ મોટી મદદ મળશે. એન્ટી વાયરલ મેડિસિનથી કોરોનાના દર્દીઓને ઠીક કરતા હોવાનો દાવો થયો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે અમેરિકી નિયામકોએ કોરોના સામે લડવા માટે પ્રયોગાત્મક રીતે રેમ્ડેસેવીરના ઉપયોગની ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. ગિલેડ સાયન્સિઝ દ્વારા તૈયાર થતી આ દવાનો ઉપયોગ વાયરલની સારવારમાં થાય છે. કોરોના વાયરસના કેટલાક દર્દીઓ પર તેનું પરિક્ષણ કરાયું છે. તેનાથી દર્દીઓની સ્થિતિમાં સુધારમાં લાગતા સમયમાં ઘટાડો જોવા મળ્યો છે.

અમેરિકામાં કોરોના વાયરસનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 11 લાખથી વધુ કેસ જોવા મળ્યા છે. જેમાં 64000થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 1.64 લાખ આ ખતરનાક બીમારીથી સાજા થયા છે. કોરોનાના
કેસના મામલે અમેરિકા બાદ બીજા નંબરે સ્પેન છે.