રાહત@વેપારઃ સોના-ચાંદીના ભાવમાં થયો આજે આટલા રૂપિયાનો ફેરફાર

અટલ સમાચાર, ડેસ્ક વૈશ્વિક અનિશ્વિચતા પગલે આજે આંતરરાષ્ટ્રીય બાજરોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જેની અસર ભારતીય બુલિયન માર્કેટમાં પડી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં એક કિલો ચાંદીના ભાવમાં માત્ર 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનાનો ભાવ સ્થિર રહ્યો હતો. નિષ્ણાંતોનું માનવું છે કે
 
રાહત@વેપારઃ સોના-ચાંદીના ભાવમાં થયો આજે આટલા રૂપિયાનો ફેરફાર

 અટલ સમાચાર, ડેસ્ક

વૈશ્વિક અનિશ્વિચતા પગલે આજે આંતરરાષ્ટ્રીય બાજરોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જેની અસર ભારતીય બુલિયન માર્કેટમાં પડી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં એક કિલો ચાંદીના ભાવમાં માત્ર 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનાનો ભાવ સ્થિર રહ્યો હતો. નિષ્ણાંતોનું માનવું છે કે ઓક્ટોબર મહિનામાં સોના-ચાંદીના ભાવમાં હજી ઘટાડો નોંધાઈ શકે છે.

અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે સોમવારે સપ્તાહના પહેલા દિવસે એક કિલો ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો નજીવો ઘટાડો નોંધાતા ચાંદી ચોરસાનો ભાવ રૂ.58,200 રૂપિયા અને ચાંદી રૂપુંનો ભાવ 58,000 રૂપિયાની સપાટીએ રહ્યો હતો. જોકે, ગત શનિવારે સપ્તાહના છેલ્લા દિવસે એક કિલો ચાંદીના ભાવમાં 800 રૂપિયાનો સુધારો થતાં ચાંદી ચોરસા 58,300 રૂપિયા અને ચાંદી રુંપુનો ભાવ 58,100 રૂપિયાની સપાટીએ પહોંચી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉપરાંત અમદાવાદમાં આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સ્ટાન્ડર્ડ (99.9) 51,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,100 રૂપિયાના ભાવે રહ્યા હતા. છેલ્લે ગત શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થતાં સ્ટાન્ડર્ડ (99.9) 51,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,100 રૂપિયાના ભાવે રહ્યા હતા. 10 ગ્રામ હોલમાર્ક દાગીનાનો ભાવ પણ 50,275 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યો હતો.

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે જણાવ્યુ કે, દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં સોમવારે રૂપિયો નબળો પડવા છતાં નબળા વૈશ્વિક વલણને કારણે 194 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ભારતીય રૂપિયો સોમવારે અમેરિકી ડોલરના મુકાબલે 18 પૈસા ઘટીને 73.79 પર બંધ થયો હતો.