રાહત@ઉ.ગુ.: મહામારી વચ્ચે વાદળછાયું વાતાવરણ, અનેક સ્થળે વરસાદ

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના અનેક સ્થળોએ વરસાદ આવતાં ભારે ઉકળાટ વચ્ચે લોકોને ગરમીથી રાહત મળી છે. મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જીલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ આવતાં જગતના તાતના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી રહી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રાહત@ઉ.ગુ.: મહામારી વચ્ચે વાદળછાયું વાતાવરણ, અનેક સ્થળે વરસાદ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના અનેક સ્થળોએ વરસાદ આવતાં ભારે ઉકળાટ વચ્ચે લોકોને ગરમીથી રાહત મળી છે. મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જીલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ આવતાં જગતના તાતના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. પાટણ જીલ્લાના ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુરમાં વરસાદી માહોલ જામતાં લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. આજે વહેલી સવારથી કાળાડિબાંગ વાદળો સાથે વરસાદ આવતાં નાના બાળકો ન્હાવા માટે બહાર નિકળ્યા હતા.

રાહત@ઉ.ગુ.: મહામારી વચ્ચે વાદળછાયું વાતાવરણ, અનેક સ્થળે વરસાદ
File Photo

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસનાં કહેર વચ્ચે હવે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ રહી છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યનાં કુલ 174 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. લગભગ દરેક જિલ્લા, તાલુકામાં વરસાદે એન્ટ્રી કરી દીધી છે. આ તરફ રાજકોટમાં વરસાદી પાણીનાં કારણે સૌરાષ્ટ્રનાં ડેમમાં પાણીની આવક વધી છે. 17 ડેમમાં 4 ફુટ સુધીની આવક થઈ છે.

મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદ

  • ઊંઝા – 04 MM
  • કડી – 08 MM
  • ખેરાલુ – 15 MM
  • બહુચરાજી – 05 MM
  • સતલાસણા – 03 MM
  • મહેસાણા – 01 MM
  • વિજાપુર – 03 MM
  • વિસનગર – 01 MM
  • વડનગર – 06 MM
  • જોટાણા – 00 MM  ટોટલ – 46 MM