ધાર્મિક@અંબાજી: મહામેળામાં 115 ગ્રામ સોનું ભક્તો દ્વારા માતાજીને અર્પણ કરાયું

અટલ સમાચાર,અંબાજી (રિતિક સરગરા) અંબાજી ભાદરવી મહામેળા પ્રસંગે માઇભક્તો દ્વારા 115.15 ગ્રામ સોનું દાગીના અને વિવિધ સ્વરૂપે માતાજીને ધરાવાયું છે. મુંબઇના મધુકુમાર ભરતકુમારે 60 ગ્રામ શુધ્ધ સોનાનો હાર તથા બાજુબંધ માતાજીને ધરાવ્યા છે. જેની કિંમત રૂપિયા બે લાખ થાય છે. ભાદરવી પૂનમના મહામેળામાં ચોકારી તા.પાદરા જિ.વડોદરાના અર્જુનસિંહ ગણપતસિંહ પઢીયારે માતાજીને 30.30 ગ્રામ શુધ્ધ સોનાની ચરણ
 
ધાર્મિક@અંબાજી: મહામેળામાં 115 ગ્રામ સોનું ભક્તો દ્વારા માતાજીને અર્પણ કરાયું

અટલ સમાચાર,અંબાજી (રિતિક સરગરા)

અંબાજી ભાદરવી મહામેળા પ્રસંગે માઇભક્તો દ્વારા 115.15 ગ્રામ સોનું દાગીના અને વિવિધ સ્વરૂપે માતાજીને ધરાવાયું છે. મુંબઇના  મધુકુમાર ભરતકુમારે 60 ગ્રામ શુધ્ધ સોનાનો હાર તથા બાજુબંધ માતાજીને ધરાવ્યા છે. જેની કિંમત રૂપિયા બે લાખ થાય છે.

ધાર્મિક@અંબાજી: મહામેળામાં 115 ગ્રામ સોનું ભક્તો દ્વારા માતાજીને અર્પણ કરાયું
advertise

ભાદરવી પૂનમના મહામેળામાં ચોકારી તા.પાદરા જિ.વડોદરાના  અર્જુનસિંહ ગણપતસિંહ પઢીયારે માતાજીને 30.30 ગ્રામ શુધ્ધ સોનાની ચરણ પાદુકા ધરાવી છે. જેની કિંમત રૂ.1,04,501 થાય છે. પટેલ શૈલેષકુમાર મહેન્દ્રભાઇ સણાદરા તા. ગલતેશ્વર જિ.ખેડા તરફથી 1.25 ગ્રામ સોનાની નથ માતાજીને ધરાવી છે. જેની કિંમત રૂ.3,850 છે. ઉપરાંત અન્ય માઇભક્તો દ્વારા 23 ગ્રામ શુધ્ધ સોનાની લગડીઓ ધરાવવામાં આવી છે.