ધાર્મિક@અંબાજી: ભાદરવી પૂનમે મંદીર પરીસર “જય અંબે”ના નાદથી ગુંજ્યું, શ્રધ્ધાળુઓ ઉમટ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા આજે ભાદરવી પૂનમે જગતજનની મા અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. કોરોના મહામારીને કારણે ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે પણ રદ્દ કરવામાં આવેલ છે. જોકે બાધા, આખડી માનતા હોય તેવા દર્શનાર્થીઓ માટે મંદિર દર્શન માટે ચાલુ રાખવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડતાં મંદીર પરીસર જય
 
ધાર્મિક@અંબાજી: ભાદરવી પૂનમે મંદીર પરીસર “જય અંબે”ના નાદથી ગુંજ્યું, શ્રધ્ધાળુઓ ઉમટ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

આજે ભાદરવી પૂનમે જગતજનની મા અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. કોરોના મહામારીને કારણે ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે પણ રદ્દ કરવામાં આવેલ છે. જોકે બાધા, આખડી માનતા હોય તેવા દર્શનાર્થીઓ માટે મંદિર દર્શન માટે ચાલુ રાખવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડતાં મંદીર પરીસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પવિત્ર યાત્રાધામ અને લાખો-કરોડો લોકોના આસ્થાનું સ્થાન અંબાજીમાં આજે ભક્તોનું ધોડાપુર ઉમટ્યુ છે. આ તરફએસ.ટી. વિભાગ દ્રારા પણ દર્શનાર્થીઓ માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદી માહોલ વચ્ચે પણ બાધા આખડી પૂર્ણ કરવા ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યાં છે. ભાદરવી પૂનમને લઇ વાહનોની આવજાવનને લઇ રવિવારે બપોરે અંબાજી એસ.ટી.ડેપોને પણ અંબાજી બહાર લઇ જવાની ફરજ પડી હતી.

ધાર્મિક@અંબાજી: ભાદરવી પૂનમે મંદીર પરીસર “જય અંબે”ના નાદથી ગુંજ્યું, શ્રધ્ધાળુઓ ઉમટ્યાં
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અંબાજીમાં યાત્રિકોના ઘસારાને લઇ ખાણીપીણી અને ચા-નાસ્તાના વેપારમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જોકે આ પૂનમે મેળો જાહેર કરવામાં આવ્યો ન હોઈ તાલુકા પંચાયત દ્વારા કોઈ હરાજી ન કરતા અંબાજી ધામના માર્ગો યાત્રિકો માટે આશીર્વાદ રૂપ બન્યા છે. પ્રતિ વર્ષે વિવિધ વસ્ત્ર પરિધાન કરીને આવતા પદયાત્રીઓએ માતાજીના શિખર પર ધ્વજા રોહણ કરતા માં અંબાનો ચાચર ચોક જયઘોષથી ગુંજ્યો હતો