આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા)

યાત્રાધામ અંબાજી 51 શકિતપીઠમાં થી એક શકિતપીઠ માનવામાં આવે છે અને તેમાં પણ અંબાજીના દર્શન સાથે ગબ્બર તમે ગઢના દર્શનનો પણ વિશેષ મહત્વ સમાયેલુ છે. ગબ્બર ગઢ ઊંચાઈની દ્રષ્ટિએ ગુરુ શિખરના સંમકક્ષ માનવામાં આવે છે. અને માં અંબાનું મૂળ સ્થાન પણ મનાય છે. જ્યાં અંબાજી દર્શન અર્થે આવેલા યાત્રી અચૂક ગબ્બર પહોંચતા હોય છે.

યાત્રાધામ અંબાજીના ગબ્બર ગઢ ચઢવાના 999 પગથિયા પણ તેટલા જ વખણાય છે. જે ચડે ગબ્બર થાય જબ્બર તેવી કહેવત પણ સાર્થક બનેલી છે. ગબ્બર ગઢ પર કોઈ મૂર્તિ પૂજાતી નથી પણ અખંડ જ્યોત પૂજાય છે. જેમ અંબાજી મંદિરમાં યંત્ર સ્વરૂપે બિરાજેલા છે તેમ ગબ્બર ગઢ પર માતાજી જ્યોત સ્વરૂપે પૂજાય છે. આ અખંડ જ્યોત અતિ પ્રાચીન ને પૌરાણીક સમય થી જગમગતી આવી છે.

આટલી ઊંચાઈ હોવા છતાં આ ગબ્બરની જ્યોત કોઈ દિવસ બુઝાઈ હોય તેવું જાણવા મળેલ નથી. ગબ્બર ઉપર દર્શનાર્થીઓ પગપાળા પગથીયાથી તો તો અમુક લોકો રોપવે દ્વારા દર્શનાર્થે પહોંચે છે.

swaminarayan
advertise

ગબ્બર ગઢ ઉપર અખંડ જ્યોતના દર્શનની સાથે સમગ્ર અંબાજી નગરીનું નજારો પણ ઘણો આકર્ષિત લાગે છે. આ સાથે અંબાજી ધામ અરવલ્લીની ગીરીકંદનાઓમાં સમાયેલ હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે.

01 Oct 2020, 12:21 PM (GMT)

COVID-19 Global Stats

34,206,915 Total Cases
1,019,629 Death Cases
25,460,466 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code