આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અંબાજી (રિતિક સરગરા)

આજે સમગ્ર દેશમાં ગુરુપુર્ણીમાં નું પર્વ ઉજવાઇ રહ્યુ છે. ગુરૂભક્ત શિષ્ય દુર-દુર સુધી ગુરૂવંદના કરવાં પહોંચી રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજી કે જેઓ છેલ્લા 80 વર્ષ થી કોઇ પણ જાતના અનાજ પાણી વગર જીવી રહ્યા છે. જેમની ઉંમર હાલ માં 91 વર્ષ ની છે. તેમનાં સ્થાનકે પણ આજે સવાર થી જ તેમનાં શિષ્ય નો મેળાવડો જામ્યો હતો.

ચુંદડીવાળા માતાજીની પાવડી સહીત તેમની પુજાઅર્ચના કરી શિષ્યોએ આરતી ઉતારી હતી. ગુરૂદક્ષીણા પણ આપતાં નજરે પડ્યાં હતા. જ્યાં ગુરૂ તરીકે પુજાઇ રહેલાં ચુંદડીવાળા માતાજીએ પણ શિષ્યને આશીર્વાદ પ્રદાન કર્યા હતા. શિષ્યો અમદાવાદને તેથી પણ દુર વસતાં આજે ખાસ ગુરૂપુજા માટે અંબાજી પહોંચ્યાં હતા અને ગુરૂપુજન કરી ભારે ખુશી વ્યક્ત કરતાં હતાં.

અંબાજીમાં કોટેશ્ર્વર ખાતે મહંત ડો.વિશ્વંભરદાસજીના મહારાજના આશ્રમે પણ શિષ્યોએ પણ તેમનું પુજન કર્યુ હતુ. અને ગુરૂએ પણ શિષ્યોને ગુરૂ કંઠી પહેરાવી હતી. અંબાજી ની સંસ્કૃત પાઠશાળામાં પણ શિષ્ય દ્વારા ગુરૂવદંના કરાઇ હતી. પુજા-અર્ચન કરી ગુરૂના આશીર્વાદ મેળવ્યાં હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code