ધાર્મિક@અંબાજી: અયોધ્યા રામમંદીર માટે પવિત્ર જળ-માટી મોકલવામાં આવ્યા

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) અયોધ્યામાં બની રહેલા રામ મંદીરના ભૂમિ પૂજન માટે યાત્રાધામ અંબાજીથી પવિત્ર જળ અને માટી લઇ જવામાં આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા અયોધ્યામાં રામ મંદીર એ સમગ્ર રાષ્ટ્રનું ભવ્ય મંદીર બને તે માટે ભારતના પવિત્ર સ્થાનોની માટી અને જળ એકત્રિત કરવાનો વિશેષ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેને લઇ આજે અંબાજીમાં
 
ધાર્મિક@અંબાજી: અયોધ્યા રામમંદીર માટે પવિત્ર જળ-માટી મોકલવામાં આવ્યા

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)

અયોધ્યામાં બની રહેલા રામ મંદીરના ભૂમિ પૂજન માટે યાત્રાધામ અંબાજીથી પવિત્ર જળ અને માટી લઇ જવામાં આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા અયોધ્યામાં રામ મંદીર એ સમગ્ર રાષ્ટ્રનું ભવ્ય મંદીર બને તે માટે ભારતના પવિત્ર સ્થાનોની માટી અને જળ એકત્રિત કરવાનો વિશેષ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેને લઇ આજે અંબાજીમાં પવિત્ર માટી અને સરસ્વતી સંગમનું પવિત્ર જળ એકત્ર કરવામાં આવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધાર્મિક@અંબાજી: અયોધ્યા રામમંદીર માટે પવિત્ર જળ-માટી મોકલવામાં આવ્યા

બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજીથી અયોધ્યામાં બની રહેલા રામ મંદીર માટે પવિત્ર જળ અને માટી મોકલવામાં આવ્યા છે. યાત્રાધામ અંબાજી કે જ્યાં શ્રીરામને અજય પ્રાપ્ત થયું હતું. ત્યાંની પવિત્ર માટી અને સરસ્વતીના સંગમનું પવિત્ર જળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એકત્ર કરવામાં આવ્યું છે. આ સાથે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ શુકનના ભાગરૂપે ચાંદીનો સિક્કો ભેટ આપવામાં આવ્યો હતો.આ પવિત્ર માટી અને પવિત્ર જળ અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે તેના ભૂમિપૂજનમાં ઉપયોગમાં લેવામાં આવશે.

ધાર્મિક@અંબાજી: અયોધ્યા રામમંદીર માટે પવિત્ર જળ-માટી મોકલવામાં આવ્યા