ધાર્મિક@અંબાજી: માં અંબાનો પ્રાગટ્ય દિવસ, ઉજવણીની તડામાર તૈયારી

અટલ સમાચાર, મહેસાણા વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં બિરાજમાન માં અંબાનો આગામી 10 જાન્યુઆરીના રોજ પ્રાગટ્ય દિવસ છે. પોષસુદ પૂર્ણિમાના રોજ યાત્રાધામ અંબાજીમાં અંબાનું મૂળસ્થાન હોવાથી માં અંબાનાના પાટોત્સવને ખૂબ જ ધૂમધામથી માનવામાં આવે છે. પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઇ અંબાજી મંદીરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જેને લઇ અંબાજી મંદિરમાં ડેપ્યુટી કલેક્ટર અને વહીવટદારે અંબાજી
 
ધાર્મિક@અંબાજી: માં અંબાનો પ્રાગટ્ય દિવસ, ઉજવણીની તડામાર તૈયારી

અટલ સમાચાર, મહેસાણા

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં બિરાજમાન માં અંબાનો આગામી 10 જાન્યુઆરીના રોજ પ્રાગટ્ય દિવસ છે. પોષસુદ પૂર્ણિમાના રોજ યાત્રાધામ અંબાજીમાં અંબાનું મૂળસ્થાન હોવાથી માં અંબાનાના પાટોત્સવને ખૂબ જ ધૂમધામથી માનવામાં આવે છે. પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઇ અંબાજી મંદીરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જેને લઇ અંબાજી મંદિરમાં ડેપ્યુટી કલેક્ટર અને વહીવટદારે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના પદાધિકારીઓ સાથે આયોજનના ભાગ રૂપે બેઠક યોજી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ધાર્મિક@અંબાજી: માં અંબાનો પ્રાગટ્ય દિવસ, ઉજવણીની તડામાર તૈયારી

બનાસકાંઠા જીલ્લામાં અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી આવેલુ છે. મંદીરમાં બિરાજમાન માં અંબાનો આગામી 10 જાન્યુઆરીના રોજ પ્રાગટ્ય દિવસ છે. જેની તૈયારીના ભાગરૂપે આજે ડેપ્યુટી કલેક્ટર અને વહીવટદારે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના પદાધિકારિઓ સાથે આયોજનના ભાગ રૂપે બેઠક યોજાઇ હતી.

ધાર્મિક@અંબાજી: માં અંબાનો પ્રાગટ્ય દિવસ, ઉજવણીની તડામાર તૈયારી

અંબાજી મંદિરના વહીવટદાર અને નાયબ કલેક્ટર એસ. જે ચાવડાએ જણાવ્યું કે, આ પાટોત્સવમાં હાથી, ઘોડા તેમજ વિવિધ ટેબ્લો સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. તેમજ મા અંબાને 2000 કિલો ઉપરાંત સુખડીનો પ્રસાદ પણ ધરાવવામાં આવશે. માતાજીના પાટોત્સવને લઈ મંદિર ટ્રસ્ટ ભોજનાલયમાં એક દિવસ માટે યાત્રિકોને વિનામૂલ્યે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં મહાશક્તિ યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.