આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા)

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલ થી ભાદરવી પુનમનાં મેળાનો શુભારંભ થનાર છે. ત્યારે અંબાજીમાં આજ થી જાણે મેળો શરૂ થઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મેળાનાં આગલા દિવસેજ યાત્રીકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ થતા દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી.

અંબાજી મંદિર પરીસરમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજવા લાગ્યા છે. જ્યારે અમદાવાદથી નિકળેલો વ્યાસવાડીનો સંઘ પણ આજે અંબાજી ખાતે પહોંચ્યો હતો. મેળાનાં આગલા દિવસે પોતાની 52 ગજની ધજા માતાજીને ચઢાવી જયઘોષ કર્યો હતો. ભાદરવી મેળામાં પુનમનાં દિવસે ભીડથી બચવાને બાળકો સહીત મહીલાઓને શાંતીથી દર્શન થઇ શકે તે માટે વહેલા સંઘ લાવી પહેલી ધજા ચઢાવાતી હોવાનું જણાવ્યુ હતુ.

swaminarayan

અંબાજીમાં અમદાવાદથી આવતા વ્યાસવાડીના સંઘના આ વખતે 25 વર્ષ પુર્ણ કર્યા છે. એટલુજ નહી રાજ્ય અને કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભીયાન અને પ્લાસ્ટીક મુક્તના અભીયાનને પણ આગળ ધપાવવા યાત્રીકો હુંકાર ભરી રહ્યા છે.

અંબાજી મહામેળાને લઇ પંથકની શૈક્ષણિક સંસ્થાઓમાં મીની વેકેશન

યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થતો હોઇ અંબાજી વિસ્તારની સાત જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં મીની વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. અંબાજી પંથકની સાત જેટલી શાળાઓ અંબાજી મેળા દરમિયાન આવતા સુરક્ષાકર્મીઓને રહેવા માટેની સુવિધા પૂરી પાડવા માટે આ શાળાનો ઉપયોગ કરાતો હોવાથી શૈક્ષણિક સંસ્થાઓમાં રજા પાડી દેવામાં આવી છે.

Video :  

જોકે અંબાજી પંથકમા ભરાનાર આ મેળામાં લાખોની સંખ્યામાં યાત્રિકોના ઘસારો હોવાથી વાલીઓ પણ નાના બાળકો ને શાળાઓમાં મોકલતા હોતા નથી.

જ્યારે સુરક્ષાકર્મીઓને રહેવા માટેની પૂરતી સગવડતા ન હોવાથી આ શૈક્ષણિક સંસ્થા નો ઉપયોગ કરવામાં આવે છે અને તેના માટે શિક્ષણ અધિકારી દ્વારા પણ એક પરિપત્ર જાહેર કરીને આ શાળાઓમાં શૈક્ષણીક કાર્ય બંધ રાખી શાળાઓને મેળા ના કામ માટે સોંપી દેવામાં આવે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code