File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા)

યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભરાનાર ભાદરવી પુનમ નાં મેળાને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. આ મેળામાં લાખ્ખોની સંખ્યા માં પદયાત્રીઓ પગપાળાં અને વાહનો દ્વારા આવતાં હોય છે.

અંબાજી ખાતે પગપાળાં આવેલાં પદયાત્રીઓ પરત એસ.ટી દ્વારા પોતાના માદરે વતન જતાં હોય છે. ત્યારે આ બાબત ને લઇ ગુજરાત રાજ્ય એસ.ટી નિગમનાં જનરલ મેનેજરની અધ્યક્ષતાંમાં આજે અંબાજી ખાતે વિવિધ વિભાગનાં જીલ્લા એસ.ટી નિયામકોની બેઠક અંબાજી મંદિર ખાતે મળી હતી.

આ બેઠક માં યાત્રીકો ને અવર-જવર માટે સુવિધા મળી રહે તે માટે 1100 જેટલી એસ.ટી બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એટલુંજ નહીં હાલ માં હયાતી બસસ્ટેસન મેળા દરમીયાન સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવશે તેનાં બદલે અંબાજી ની આસપાસ 4 જેટલાં હંગામી એસ.ટી બસસ્ટેશનો બનાવી 10 બુથ ઉપર થી વાહન વ્યવહાર ચલાવવાં માં આવશે. જોકે ગત્ત વર્ષે એસ.ટી નિગમે 12.50 લાખ જેટલાં યાત્રીકો વહન કર્યા હતા. જેમાં યાત્રીકો ની સંખ્યા માં વધારો થવાની શક્યતાં સાથે 10 ટકા એસ.ટી માં પણ વધારો કરવા માં આવ્યો છે. મહત્વનું છે કે ગત વર્ષે 1000 જેટલી બસ મૂકવામાં આવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code