ધાર્મિક@અંબાજી: ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે 36 લાખથી વધુ લોકોએ મા અંબાના દર્શન કર્યા

 
અંબાજી
અનંત ચૌદેશના રોજમાં અંબાના ધામ આરાસુરમાં ઉમટી પડ્યાં હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અંબાજી ખાતે સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળાનો આજે (સાતમી સપ્ટેમ્બર) અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં 36 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો. આ ઉપરાંત ચંદ્રગ્રહણને કારણે મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરાયો હતો. વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી. પરંતુ ગ્રહણને લીધે સવારે 10થી 12 વાગ્યા સુધી મંદિર બંધ રહ્યું. બપોરે 12થી 12:30 દરમિયાન માતાજીની શયન આરતી થઈ. અને 12:30થી સાંજે 5 વાગ્યા સુધી  જાળીમાંથી દર્શનની પરવાનગી આપવામાં આવી હતી. બીજી તરફ ગ્રહણના કારણે 12:30 પછી મંદિરના શિખરે ધજા પણ ચઢાવવામાં ન આવી. સાંજે 5 વાગ્યા પછી મંદિર દર્શન માટે બંધ કરવામાં આવશે.

ગુજરાતના એક માત્ર સુવર્ણ મંદિર ધરાવતા આરાસુર ધામમાં મા અંબાના જગ વિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો રંગેચંગે યોજાઈ રહ્યો છે. મા શક્તિની ભક્તિના અનેરા સંગમમાં માતાજીના દર્શન અને આશીવાદ મેળવવા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી લાખો માઇ ભક્તો કઠીન પદયાત્રા કરીને અનંત ચૌદેશના રોજમાં અંબાના ધામ આરાસુરમાં ઉમટી પડ્યાં હતા.

સેંકડો કિલોમીટરની પદયાત્રા કરીને અંબાજી પહોંચેલા માઈભક્તોએ અદમ્ય ઉત્સાહ સાથે માતાજીના કરી અનુભવી હતી. માઈ ભક્તોએ દંડવત પ્રણામ કરી માતાજીના ગર્ભગૃહમાં જય અંબેના નાદ સાથે પોતાની માનતા આખડીઓ પૂર્ણ કરી હતી. અનેક સંઘો, માંડવી ઓના માઈ ભક્તો દ્રારા માતાજીને નવરાત્રિમાં પોતાની માંડવીઓ પર પધારવા માટેનું માંને હાર્દિક આમંત્રણ આપ્યું હતું. એક પદયાત્રીએ જણાવ્યું હતું કે, 'યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ એક અલગ જ પ્રકારની શક્તિનો સંચાર થાય છે.'