file photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અંબાજી

યાત્રાધામ અંબાજીમાં પોષ સુદ પૂર્ણિમાના રોજ માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે. પાટોત્સવને ધામધૂમથી મનાવવામાં આવે છે. જેને લઇ અંબાજી મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે બુધવારે અંબાજી મંદિરમાં ડેપ્યુટી કલેક્ટર અને વહીવટદારે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના પદાધિકારિઓ સાથે બેઠક યોજી માહિતી મળી હતી.

10 જાન્યુઆરીના પોષ સુદ પૂર્ણિમાના રોજ માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે. જેને લઇ યાત્રાધામ અંબાજી ખાતે માઁ અંબાનું મૂળસ્થાન હોવાથી અંબાજીમાં માતાજીના પાટોત્સવને ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે બુધવારે અંબાજી મંદિરમાં ડેપ્યુટી કલેક્ટર અને વહીવટદારે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના પદાધિકારિઓ સાથે આયોજનના ભાગરૂપે બેઠક યોજી હતી.

આ પાટોત્સવમાં વિવિધ ટેબલો સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન કર્યું છે અને 2000 કિલો ઉપરાંત સુખડીનો પ્રસાદ પણ બનશે. માતાજીના પાટોત્સવને લઇ મંદિર ટ્રસ્ટ ભોજનાલયમાં એક દિવસ માટે યાત્રિકોને વિનામૂલ્યે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હોવાનુ અંબાજી મંદિરના નાયબ કલેક્ટર અને વહીવટદાર એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું. આ બેઠકમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતી ટ્રસ્ટના પ્રમુખ સુનિલ અગ્રવાલ, મંત્રી ગોવિંદ સિકરવાર તથા સુનિલ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code