File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા)

જગવિખ્યાત યાત્રાધામ અને માતાજીના 51માં શક્તિપીઠમાંનું એક એવા અંબાજી માતાનો ભાદરવી પૂનમનો મેળો રંગેચંગે સંપન્ન થયો હતો. 8 થી 14 સપ્ટેમ્બર સુધી ચાલેલા આ મેળામાં આ વર્ષે 23 લાખથી વધુ ભાવિકભક્તોએ દર્શન કર્યાં હતા. મેળા બાદ અંબાજી ધામમાં પ્રક્ષાલનની ખાસ વિધિ કરવામાં આવે છે.

જેમાં મંદિરની શાસ્ત્રોક્ત વિધિથી સ્વચ્છ કરવામાં આવે છે. આવતીકાલે 17 સપ્ટેમ્બરના રોજ મંદિરના પટાંગણમાં ભાવિક ભક્તોએ મંદિરને ધોઈને ચોખ્ખુચણાક કરશે, જેને પ્રક્ષાલન વિધી કહેવાય છે. ત્યારે અંબાજી માતાજીનું મંદિર આવતીકાલે બપોર બાદ બંધ રહેશે.

બનાસકાંઠા જીલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આવતીકાલે મા અંબાના ગર્ભગૃહ સહિત મંદિરની પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. ભાદરવી પૂનમનો મેળો સંપન્ન થયા બાદ જ આ વિધિ યોજાતી હોય છે. જેમાં મંદિરમાં રહેલ શ્રી યંત્ર આજના દિવસે બહાર લાવવામાં આવે છે. તેથી આ વિધિનું મહત્વ અનેકગણું હોય છે. બપોરે એક વાગ્યા પછી આ વિધિ શરૂ થતી હોય છે. તેથી પક્ષાલન વિધિ માટે બપોરાના 1 વાગ્યાથી મંદિર બંધ રહેશે. સાંજની આરતી રાત્રે 9.00 કલાકે કરાશે.

આ વિધિ શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા સિદ્ધપુરના માણસ ગૌત્રના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. મા અંબાના ગર્ભગૃહ સહિત સોના-ચાંદીના આભૂષણોને ગંગાજળ અને સરસ્વતીના નીર સહીત અનેક નદીઓના પવિત્ર જળથી ધોવામાં આવે છે. પ્રક્ષાલન વિધિ માટે સાત નદીઓના જળ લાવવામાં આવે છે. ત્યાર બાદ શુભ મુર્હુતમાં તેને માતાજીના મંદિરમાં પ્રસ્થાપિત કરાય છે.

પ્રક્ષાલન વિધી કરવાથી પુણ્ય મળે છે

પ્રક્ષાલન વિધિમાં ભાગ લેવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજીમાં આવી પહોંચતા અનેરો ભક્તિમય માહોલ સર્જાતો હોય છે. કહેવાય છે કે, પ્રક્ષાલન વિધિ કરવાથી અનેકગણુ પુણ્ય મળે છે. તેથી જ આ વિધિમાં ભાગ લેવા અને યાત્રાધામને પવિત્ર કરવાનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

26 Sep 2020, 10:03 AM (GMT)

COVID-19 Global Stats

33,019,555 Total Cases
997,653 Death Cases
24,358,816 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code