આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી, (ભુરાજી ઠાકોર)

બહુચરાજી તાલુકાના સાંપાવાડા ગામે ગુરૂવારે તારીખ 4/7/2019ના જવાભા ભગતની જીવત સમાધિના સ્થળે શુભ મુહર્ત અને ભૂદેવોના વૈદિક મંત્રોચાર સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સવારે 9:00 કલાકે ગામમાં બળદગાડામાં સુંદર શોભાયાત્રા શણગારવામાં આવી હતી. ત્યારબાદ શોભાયાત્રા ગામમાં નીકળી હતી. આજુબાજુના ગામોમાંથી રબારી સમાજ તથા તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

પ્રતિષ્ઠા મહોત્સવમાં ચવેલીથી મહંત સુંદરદાસજી મહારાજનું રબારી સમાજ દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ શોભાયાત્રા સાથે સાંપાવાડા ચાર રસ્તા પાસે આવેલ જવાભા જીવત સમાધિ મંદિર પહોંચ્યા હતા. ત્યાં પગલાંની પૂજા અર્ચના કરી શુભ મુહર્ત પગલાંની પ્રતિષ્ઠા કરી ધજા ચડાવી હતી. ત્યારે સૌ હાજર ભાવિભક્તોમાં અનેરો ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારબાદ તમામ ભાઈઓ અને બહેનોએ ભોજન પ્રસાદ લીધો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code