આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે ભાદરવા પૂનમ હોવાથી મહેસાણાથી તેમજ બનાસકાંઠા જીલ્લામાંથી હજારો ભાવિકભક્તો પગપાળા સંઘો લઈને આવી રહ્યા છે. ભાવિકભક્તો માટે ઠેર-ઠેર સેવા કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. અત્યારે અનેક સંઘો બહુચરાજી તરફ આવી રહ્યા છે. ત્યારે બહુચરાજી તરફના તમામ માર્ગો અત્યારે ભાવિ ભક્તોથી ઉભરાવા લાગ્યા છે.

મહેસાણા જીલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજી મંદીરે આમ તો દર પૂનમે મેળા જેવો માહોલ હોય છે. પરંતુ ચૈત્રી પુનમ અને ભાદરવી પુનમના રોજ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. હારીજ થી બહુચરાજી હાઇવે ઉપર ભાભરના મીઠા ગામના ભાવિકભક્તો ચાલીને દર્શન કરવા જતાં તસવીરમાં દ્રશ્યમાન થાય છે. આટલા કી.મી.ચાલીને દર્શન કરવા આવતા ભક્તોના ચહેરા ઉપર ક્યાંય થાક લાગ્યો હોય તેવું જોવા મળતું નથી. લોકો અંબાજીથી દર્શન કરી બહુચરાજી દર્શન કરવા આવતા હોય છે. કાલે ભાદરવા પૂનમ હોવાથી લાખો ભક્તો દર્શન કરશે.

swaminarayan
advertise
26 Sep 2020, 10:53 AM (GMT)

COVID-19 Global Stats

32,797,437 Total Cases
994,074 Death Cases
24,195,830 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code