આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, અમદાવાદ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું અને ભવ્ય જગત જનની મા ઉમિયાનું મંદિર આકાર પામવા જઇ રહ્યું છે. જે નિમિત્તે શુક્રવારથી બે દિવસીય શિલાન્યાસ સામરોહ યોજાશે. એસજી હાઇવે ખાતે વૈષ્ણોદેવી સર્કલથી જાસપુર પાસે ખાતે યોજાનારા શિલાન્યાસ સમારોહ નિમિત્તે 28 ફેબુ્આરી-શુક્રવારે સવારે 8થી બપોરે 12 દરમિયાન અયુત આહુતિ મહાયજ્ઞા- મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે બપોરે 2થી 4 દરમિયાન 11 હજાર જ્વારા શોભાયાત્રા-108 કળશ પૂજન કરાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં યોજાનારા આ અભિવાદન સમારોહમાં અધ્યક્ષ તરીકે નારણ જી. પટેલ, ઉદ્ઘાટક તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ-પુરૂષોત્તમ રૂપાલા-મનસુખ માંડવીયા ઉપસ્થિત રહેશે. આજથી શરૂ થવા જઇ રહેલા શિલાન્યાસ સમારોહના એક દિવસ પૂર્વે એટલે કે ગુરૂવારે અમદાવાદમાં ‘ઉમિયા યાત્રા’ બાઇક-કાર રેલીનું આયોજન કરાયું હતું.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગઇકાલે યોજાયેલી આ ‘ઉમિયા યાત્રા’માં 1500થી વધુ બાઇક, 300થી વધુ કાર, 15 ટ્રેક્ટર, 16 આઇશર જોડાયા હતા. ઘાટલોડિયામાં પાટીદાર ચોકથી સવારે આ યાત્રાનો પ્રારંભ થયો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી આવેલા સેંકડો લોકોએ ઉમિયા યાત્રા પરિભ્રમણમાં ભાગ લઇ ધન્યતા અનુભવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code