ધાર્મિક@ભુજ: આજે મહાશિવરાત્રીએ મહાદેવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા

 
શોભાયાત્રા

ધામધૂમથી શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભુજમાં આજે મહાશિવરાત્રીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે સનાતન હિન્દૂ સમાજ દ્વારા શિવરાત્રીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે ભુજ ખાતે મહાદેવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં મહાદેવજીના જીવન ચરિત્ર પર વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. અલગ અલગ ફ્લોટ્સમાં શિવ મહિમા રજૂ કરવામાં આવ્યો હતો.

ઢોલ નગારા સાથે ભુજમાં શિવરાત્રીની શોભાયાત્રા નીકળી હતી. જે દરમિયાન મહાદેવના ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મોટી સંખ્યામાં શિવભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા. સમગ્ર ભુજ શહેરના રાજમાર્ગો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠયા હતા. આ શોભાયાત્રામાં ઢોલ, બેન્ડ પાર્ટી તેમજ ડીજે સથવારે શિવભક્તો ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રામાં ભજન મંડળીઓ આકર્ષણ ઊભું કર્યું હતું. ભુજના પારેશ્વરચોકથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

શિવરાત્રીની શોભાયાત્રામાં સાંસદ વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય કેશુ પટેલ સહિતના રાજકીય આગેવાનો જોડાયા હતા. ભુજમાં ધામધૂમથી શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રાને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી જૂનાગઢમાં પણ ભક્તો મોટી સંખ્યામં ભવનાથ તળેટીમાં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. દર વર્ષની જેમ લાખોની સંખ્યામાં લોકો આજે પણ દર્શન કરવા માટે પહોંચ્યા છે. ત્યારે શ્રદ્ધાળુઓ માટે તળેટી વિસ્તારમાં 100થી વધુ અન્નક્ષેત્ર કાર્યરત કરવામાં આવ્યા છે. અન્નક્ષેત્રોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે.