આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ખાસ મહત્વ છે, પણ ભક્તો રાહ જોતા હોય છે શ્રાવણ મહિનાની કે જેમાં શ્રાવણ સુદ એકમ થી શ્રાવણ વદ અમાસ સુધી ભક્તો કરે ભગવાન ભોળાનાથની ભક્તિ અને પ્રાપ્ત કરે છે દેવાધિદેવ મહાદેવનો આશીર્વાદ. ડીસાના રિસાલેશ્વર મહાદેવ મંદીરે ગુરૂવારે સવારથી જ ભક્તોનુ ઘોડાપુર ઉમટી પડતા ધાર્મિક વાતાવરણ સર્જાયુ હતુ.

બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલા વર્ષો જુનુ મંદિર રીસાલેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ મંદિર વર્ષો જૂનો હોવાનું પણ લોકો દ્વારા જાણવા મળ્યું હતું અને આ મંદિરે ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભકતો શ્રાવણ માસ દરમ્યાન દેવાધિદેવ મહાદેવના શિવલિંગ પર ભક્તો દૂધ, દહીં, મધ, ઘી અને સાકર દ્વારા પંચામૃતથી અભિષેક કરે છે સાથે ગંગાજળ દ્વારા સ્નાન કરાવે છે.

મહાદેવના ભક્તો શ્રાવણ મહિનામાં ભગવાન શિવને બિલ્લી પત્ર ચડાવી ઓમ નમ: શિવાયના પંચાક્ષરી મંત્રનો જાપ તેમજ બિલ્વાષ્ટક્મનો પાઠ કરતા કરતા બીલીપત્ર શિવલિંગ પર ચડાવે છે. પુષ્પની માળા પહેરાવે છે સાથોસાથ અનેક ફળફળાદીનો પ્રસાદ ધરાવે છે. આ દરમ્યાન શિવ મંદિરોમાં પણ ઢોલ, નગારા અને નોબત સાથે આરતી થાય છે. ડીસા સહિત બનાસકાંઠા જીલ્લાના વિવિધ શિવ મંદિરોમાં લોકોએ પરિવારજનો સાથે શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code