ધાર્મિકઃ ઉત્તરાયણના દિવસે કેમ ખિચડી બનાવાય છે, જાણો તેના વિશે

અટલ સમાચાર, ડેસ્ક સનાતન ધર્મમાં મકરસંક્રાંતિના તહેવારને મોટા તહેવારોમાંનો એક માનવામાં આવે છે. લોકો ઘરમાં આ દિવસે કેટલાય પ્રકારના પકવાનો બનાવે છે. જેમાં એક પકવાન ખિચડી પણ સામેલ હોય છે. મકરસંક્રાંતિના દિવસે ખિચડી બનાવવા અને ખાવાની પાછળ પણ એક ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ કારણે જ આ પર્વને કેટલીક જગ્યાએ ખિચડી પર્વ તરીકે પણ
 
ધાર્મિકઃ ઉત્તરાયણના દિવસે કેમ ખિચડી બનાવાય છે, જાણો તેના વિશે

અટલ સમાચાર, ડેસ્ક

સનાતન ધર્મમાં મકરસંક્રાંતિના તહેવારને મોટા તહેવારોમાંનો એક માનવામાં આવે છે. લોકો ઘરમાં આ દિવસે કેટલાય પ્રકારના પકવાનો બનાવે છે. જેમાં એક પકવાન ખિચડી પણ સામેલ હોય છે. મકરસંક્રાંતિના દિવસે ખિચડી બનાવવા અને ખાવાની પાછળ પણ એક ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ કારણે જ આ પર્વને કેટલીક જગ્યાએ ખિચડી પર્વ તરીકે પણ કહેવામાં આવે છે.

ગ્રહો સાથે છે સંબંધ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ થઈ મકર રાશિમાં પ્રવેશે છે. આ દિવસે ભગવાન સૂર્યને ખિચડીનો ભોગ લગાવવામાં આવે છે અને ગુળ તથા તલથી બનેલી વસ્તુઓ જેવી કે તલના લાડવા, રેવડી વગેરે પ્રસાદના રૂપમાં વહેચવામાં આવે છે. અહીં જાણો ખિચડી વિના મકરસંક્રાંતિને અધુરી કેમ માનવામાં આવે છે. અને તમારા ગ્રહો સાથે ખિચડીનું ઉંડુ કનેક્શ શું છે.

ધાર્મિકઃ ઉત્તરાયણના દિવસે કેમ ખિચડી બનાવાય છે, જાણો તેના વિશે
file photo

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કઈ વસ્તુઓથી બને છે મકરસંક્રાંતિની ખિચડી ધાર્મિક માન્યતાઓ મુજબ મકરસંક્રાંતિની ખિચડી ચોખા, કાળા તલ, મીઠું, હળદળ, ઘી અને શાકભાજી ખાસ કરીને ફુલકોબી પણ ઉમેરીને બનાવવામાં આવે છે.

મકરસંક્રાંતિની ખિચડી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સફેદ ચોખાને ચંદ્રમાનો પ્રતિક માનવામાં આવે છે. જ્યારે આમાં નાખવામાં આવતી કાળી દાળને શનિનું પ્રતિક માનવામાં આવે છે. ખિચડીમાં ઉમેરાતાં લીલાં શાકભાજી બુધ સાથે સંબંધ ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ખિચડીની ગરમી વ્યક્તિને મંગળ અને સૂર્ય સાથે જોડે છે. જે કારણે આ દિવસે જો કોઈ વ્યક્તિ ખિચડીનું સેવન કરે છે તો તેની રાશિમાં ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે.