ધાર્મિકઃ આજે ગણેશ ચોથ, પૂજામાં કેમ? તુલસીના પાનનો ઉપયોગ થતો નથી જાણો કથા

અટલ સમાચાર, ડેસ્ક 11 એપ્રિલે ચૈત્ર મહિનાના વદ પક્ષની ચોથ તિથિ છે. આ તિથિએ ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને ભક્ત વ્રત રાખે છે. આ તિથિએ ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ચોથ તિથિએ ગણેશજીનું પૂજન કરવું અને શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો. પૂજામાં એક વાતનું વિશેષ ધ્યાન
 
ધાર્મિકઃ આજે ગણેશ ચોથ, પૂજામાં કેમ? તુલસીના પાનનો ઉપયોગ થતો નથી જાણો કથા

અટલ સમાચાર, ડેસ્ક

11 એપ્રિલે ચૈત્ર મહિનાના વદ પક્ષની ચોથ તિથિ છે. આ તિથિએ ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને ભક્ત વ્રત રાખે છે. આ તિથિએ ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ચોથ તિથિએ ગણેશજીનું પૂજન કરવું અને શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો. પૂજામાં એક વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ કે, ગણેશજીને ક્યારેય તુલસીના પાન ચઢાવવા નહીં. આ સંબંધમાં માતા તુલસી અને ગણેશજી સાથે જોડાયેલી એક કથા પ્રચલિત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રચલિત કથા પ્રમાણે પ્રાચીન સમયમાં તુલસીજી ગણેશજી સાથે લગ્ન કરવા માંગતાં હતાં. તુલસીજીએ ગણપતિજી સાથે લગ્ન કરવાની પ્રાર્થના કરી, પરંતુ ગણેશજીએ લગ્ન કરવાની ના પાડી દીધી. જેથી તુલસીજી ગુસ્સે થઇ ગયાં હતાં. ગુસ્સામાં તેમણે ગણેશજીના બે લગ્ન થવાનો શ્રાપ આપ્યો હતો. આ સાંભળી ગણેશજી પણ ગુસ્સે થઇ ગયા અને તેમણે પણ તુલસી માતાને તેમના લગ્ન એક અસુર સાથે થશે તેવો શ્રાપ આપી દીધો.

અસુર સાથે લગ્ન થવાનો શ્રાપ સાંભળીને તુલસી માતા દુઃખી થઇ ગયાં, તેમણે ગણેશજીને પોતાના વ્યવહાર માટે માફી માંગી. ત્યારે ગણેશજી શાંત થયાં અને તુલસીજીને કહ્યું, તારા લગ્ન શંખચૂર્ણ સાથે થશે, પરંતુ તુ ભગવાન વિષ્ણુને પ્રિય હોવાની સાથે જ, તારી પૂજા પણ થશે. પરંતુ મારી પૂજામાં તુલસી વર્જિત રહેશે. આ કારણે જ, ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી.

ચોથ તિથિએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા બાદ સૂર્યને જળ ચઢાવવું. ત્યાર બાદ ઘરના મંદિરમાં ગણેશજીની પૂજા કરો. પૂજામાં ભગવાનને સ્નાન કરાવો. વસ્ત્ર અર્પણ કરો. તિલક લગાવો. આભૂષણ ચઢાવો. દૂર્વા અર્પણ કરો. ઘરમાં બનેલાં મીઠા પકવાનનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવો. આરતી કરો. પરિક્રમા કરો. ૐ ગં ગણપતયૈ નમઃ મંત્રનો જાપ કરો. પૂજા બાદ પ્રસાદ અન્ય ભક્તોમાં વિતરીત કરો.