ધાર્મિક@ગુજરાત: આજથી ચાર્તુમાસ શરૂ, દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરો, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક આજથી ચાર્તુમાસનો પ્રાંરભ થયો છે. ધાર્મિક લોકવાયકા મુજબ દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે પાતાળ લોક નિવાસ કરે છે. અને હવે પછીના ચાર માસ કોઈ જ શુભ કાર્યો થતાં નથી. પણ એવું કહેવામાં આવે છે કે જો આજના દિવસે ભક્તો કેટલાક ઉપાય કરી લે તો તેમની દરેક મનોકામના પૂરી
 
ધાર્મિક@ગુજરાત: આજથી ચાર્તુમાસ શરૂ, દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરો, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજથી ચાર્તુમાસનો પ્રાંરભ થયો છે. ધાર્મિક લોકવાયકા મુજબ દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે પાતાળ લોક નિવાસ કરે છે. અને હવે પછીના ચાર માસ કોઈ જ શુભ કાર્યો થતાં નથી. પણ એવું કહેવામાં આવે છે કે જો આજના દિવસે ભક્તો કેટલાક ઉપાય કરી લે તો તેમની દરેક મનોકામના પૂરી થઈ જાય છે. શું તમે જાણો છો કે દેવશયની એકાદશી એ તો મનોકામના પૂર્તિ એકાદશી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આમ તો એકાદશી એ ભગવાન વિષ્ણુની કૃપાને પ્રાપ્ત કરવાનો ઉત્તમ અવસર છે. લોકો એકાદશી અને ખાસ તો દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુની આરાધના કરતાં હોય છે. તેમને પ્રસન્ન કરવાના ઉપાયો કરતાં હોય છે. પરંતુ આજે અમે આપને જણાવીશું એવા સરળ ઉપાય કે જેનાથી આપની મનોકામના તો પૂરી થશે જ સાથે જ આપના પર દેવી લક્ષ્‍મી પણ થશે મહેરબાન. આવો જાણીએ એ વિશેષ ઉપાય અને ખાસ વિધિ વિધાન કે જેનાથી શ્રીહરિની સાથે દેવી લક્ષ્‍મીના આશિષની પણ આપને થશે પ્રાપ્તિ.

  1. દેવશયની એકાદશીના દિવસે સોથી પહેલાં સ્નાન કરો.
  2. ત્યારબાદ સવારે ઉઠીને ઘરની સાફ સફાઈ કરી ઘરના મુખ્ય દ્વાર પર ગંગાજળ કે પછી હળદરથી જળ છંટકાવ કરો.
  3. આપના ગૃહ મંદિરમાં ભગવાન વિષ્ણુની સોના, ચાંદી, પીત્તળ કે તાંબાની મૂર્તિને એક આસન પર બિરાજમાન કરો.
  4. દેવશયની એકાદશી પર દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો.
    ધન-ધાન્ય અને લક્ષ્‍‍મીની પ્રાપ્તિ માટે આ દિવસે ભગવાન વિષ્ણુને કેસર યુક્ત જળથી અભિષેક કરો. કહેવાય છે કે ભગવાન વિષ્ણુને કેસરના જળથી અભિષેક કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય નાણાંની ખેંચ રહેતી નથી.
  5. વ્યક્તિએ દીર્ઘાયુના આશિષ પ્રાપ્ત કરવા તથા શત્રુ કે કોઈ અડચણથી મુક્તિ માટે સરસવના તેલનો અભિષેક કરવો.
  6. જે દંપતીને સંતાનની પ્રાપ્તિ કરવી છે તેમણે ભગવાન વિષ્ણુ પર દૂધનો અભિષેક કરવો.
  7. તો પાપ મુક્તિ માટે વ્યક્તિ એ આજનો ઉપવાસ ખાસ કરવો. કહેવાય છે કે દેવશયની એકાદશીના દિવસે નિર્જળા વ્રત રાખવુ જોઈએ. જો તમે આવુ ન કરી શકતા હોય તો એક સમયે ફળાહાર કરીને પણ આ વ્રતને કરી શકો છો.
  8. ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્‍મીને ખીર, પીળા ફળ કે પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવો.
  9. આ દિવસે ૐ નમો નારાયણાય નમ: કે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો 108 વાર જાપ કરો.
    દેવશયની અગિયારસની સાંજે તુલસી સામે ગાયના શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો અને તુલસીના છોડને પ્રણામ કરી તેની પરિક્રમા કરો.
  10. ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે વૃક્ષમાં તે પીપળો છે. એટલે કે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે. તેથી એકાદશી પર પીપળાના ઝાડ પર જળ અવશ્ય ચઢાવવું.
  11. શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈ ઘઉં, ચોખા વગેરે ધાન્યનું દાન કરવું. અને શક્ય હોય તો ધાન્યને ગરીબોમાં પણ વહેચવું.
  12. કહેવાય છે કે આસ્થા સાથે દેવશયની એકાદશીએ આ તમામ સરળ ઉપાયો કરવાથી વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તો સાથે જ ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્‍મીની પણ કૃપા પ્રાપ્ત કરે છે. અને વ્યક્તિના જીવનમાં રહેલા આર્થિક પ્રશ્નો પણ દુર થાય છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો